Devotional

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરના આંગણે

ડાકોર (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂ. મોરારિબાપુના વ્યાસાસને કથાની પદ્ધતિઓના જે રીતે સાથિયા રચાયા છે. તેમાં ઘણાં સમય પહેલા બાપુએ પોતાનો ભાવ વ્યક્ત કરેલો કે આપણે સમગ્ર ભારતનો એક સ્વસ્તિક રચવો છે.આ વિચારને મૂર્ત કરવા બાપુએ ઉતરથી દક્ષિણ તરફનું પહેલું ચરણ 5/10 પ્રારંભ કરીને 23,ઓક્ટોબરના રોજ કન્યાકુમારી થી કેદારની પહેલી રેખા ખેંચવામાં આવી .આજ સિલસિલામાં બીજી રેખા પશ્ચિમથી પૂર્વ તરફની ખેંચાઈને દ્વારિકા થી જગન્નાથપુરીની યાત્રા યોજાઈ રહી છે.

તારીખ 14 નવેમ્બર દ્વારિકા અને 15 નવેમ્બર સોમનાથ પછી આજે 16 નવેમ્બરના રોજ ભારત સ્વસ્તિક યાત્રાનું તૃતીય ચરણ ડાકોરના ઠાકોરના શરણે ગાન કરવામાં આવ્યું.

પૂ. મોરારિબાપુએ પોતાની વાણીને મુખર કરતા કહ્યું કે આ ડાકોર ધામ સાથે મારી અનેક સ્મૃતિઓ સ્મરણો જોડાયેલા છે. તેથી ડાકોર ભગવાનના શરણે આવીને આપણે આ સ્વસ્તિક પુરી રહ્યા છીએ. ભૂતકાળમાં બાપુને મળતી દક્ષિણાનો ઉલ્લેખ કરીને બાપુએ એક વખત ઇન્દિરાબેનની કથામાંથી તેમને રું 1000 દક્ષિણા મળેલી તેની પણ સ્મૃતિ કરી હતી.સાધુ કદી ઉગ્ર ન થાય વ્યગ્ર થાય.

સાધુનો ભૈરવ ભજન છે તો તેની સુરક્ષા જરૂર થશે. બીજાનું કલ્યાણ બીજાનું શુભ વિચારે તે પણ એક ભજન છે. ભગવાન રામ લક્ષ્મણ જાનકી જ્યારે ગંગા તટે જાય છે અને હોડીમાં પગ મૂકે છે ત્યારે ત્યાં સ્વસ્તિક તેઓને દેખાય છે. આપણે માર્ગી બનીને યાત્રા કરવા નીકળ્યા છીએ એટલે સાધુનો સાથિયો પૂરો થઈ જશે.

‌ કૃષ્ણ પ્રાપ્ત કરવાની જે મોજ છે તેવી પ્રાપ્ત કરવામાં નથી. ગુરુ હાજર ન હોય તો વાંધો નથી ગુરુ કૃપા હાજર હોવી જોઈએ. ડાકોરજીના સ્વસ્તિકના ચાર ચરણ છે. એમાં એક ગોડાણા ચરિત્ર,બીજુ પુનિત પરંપરાનું ચરિત્ર અને ત્રીજું મનસુખરામ માસ્તરનું ચરિત્ર, ચોથું શિવ ચરિત્ર.

આજની કથામાં કાશીના જગતગુરુ સંતોષ દાસજી મહારાજ તથા ગોપાલબાબા અને સંતો તથા સાહિત્યકાર શ્રી માધવ રામાનુજની ઉપસ્થિતિ પણ રહી હતી.

સોમનાથ થી ટ્રેન મોડી પહોંચતા કથાનો સમય 11 નો કરવામાં આવ્યો હતો. હવે પછીની કથા આવતીકાલે તારીખ 17 ના રોજ ઉજ્જૈનમાં ગાયન થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા.ઐતિહાસિક ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયેલ વિશિષ્ટ આયોજન

દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *