રાજકોટ ખાતે આહીર સમાજમાં ૪૨,૦૦૦ જેટલા બહોળા સભ્યો ધરાવતી આહીર સમાજની સંસ્થા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ રાજકોટ દ્વારા તાજેતર માં GPSC દ્વારા પસંદ કરવામાં આવેલ આહીર સમાજના કલાસ-1 તથા કલાસ-2ના અધિકારીઓનો સન્માન સમારોહ પી.ડી.માલવીયા કોલેજ,રાજકોટ ખાતે યોજવામાં આવ્યો રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ હોવા છતાં બહોળી સંખ્યામાં મહેમાનોની સમયસર ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ નિયત કરેલ સમય બરોબર ૪ વાગ્યે ચાલુ થઈ ગયેલ કાર્યક્રમના પ્રારંભે દીપ-પ્રાગટયની ક્ષણોમાં ઉપસ્થિત મહાનુભવોમાં રાજકોટના મેયર ડો.પ્રદીપભાઈ ડવ,લાભુભાઈ ખીમાણિયા, ભાનુભાઈ મેતા,જશુભાઈ રાઠોડ સાથે સંસ્થાના સ્થાપક પી.આઈ. રામ,સંસ્થાના ગુજરાતના માર્ગદર્શક ઘનશ્યામભાઈ હેરભા, રાજકોટ શહેરના કન્વીનર વિરાભાઈ હૂંબલ જોડાયા હતા કાર્યક્રમના સંચાલનની કમાન ખૂબ જ સરસ રીતે સંસ્થાના રાજકોટ શહેરના માર્ગદર્શક પરિમલભાઈ પરડવાએ સંભાળી હતી ત્યારબાદ સંસ્થા વતી સ્વાગત પ્રવચન મહેશભાઈ કારેથા દ્વારા કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે આહીર સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભવો ઘનશ્યામભાઈ ખાટરિયા,અજિતભાઈ લોખીલ, વી.જે.બોરીચા,પી.આઈ હડિયા, પી.આઈ.જિલરીયા,સંજયભાઈ છૈયા (સંસ્થા ના સહ-એડમીન)
ગીરીશભાઈ ગોરીયા,હિરેનભાઈ ખીમાણિયા,ઘનશ્યામભાઈ કુગસિયા,મેરામણભાઈ ગંભીર, રાજેશભાઇ ચાવડા,પ્રવિણભાઈ ભેડા,પી.એસ.આઈ.હરેશભાઈ હેરભા,બરબસિયા,ભાટુ,વરુ,એભલભાઈ કુવાડીયા,વનરાજભાઈ ગરૈયા,ગૌતમભાઈ કાનગડ, મયુરભાઈ ખીમાણિયા,રતીભાઈ બોરીચા,દેવદાનભાઈ જારીયા અવધેશભાઈ કાનગડ, જયદીપભાઈ જળુ,દીપકભાઈ ડાંગર,અંકિતાબેન ચેતરિયા, રમાબેન હેરભા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભવો દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધનો અને સાથે સાથે પુષ્પગુચ્છ,શાલ અને મોમેન્ટો થી ઉપસ્થિત ચારેય સન્માનીય નવયુવાન અધિકારીઓ વિવેકકુમાર પ્રવિણભાઇ ભેડા ( કલાસ -1 ડી.વાય.એસ.પી.) ધવલકુમાર પરબતભાઈ કારેથા ( કલાસ-1 ડેપ્યુટી ડાયરેકટર) ડો.ક્રિષ્નાબેન દેવશીભાઈ નકુમ (કલાસ -2 આદિજાતિ વિકાસ અધિકારી)તથા પાર્થકુમાર રાજાભાઈ મારૂ (કલાસ-2 તાલુકા વિકાસ અધિકારી)ને સન્માનવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ટૂંકા સમય ગાળામાં સફળ બનાવવા આહીર વૈચારીક ક્રાંતિ સંસ્થાની પુરી ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે આભારવિધિ વિરાભાઈ હૂંબલ દ્વારા કરવામા આવી હતી કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા