ડ્રાઈવર કંડેકટરની સમજદારીથી તમામ મુસાફરોનો આબાદ બચાવ
ઢસા પોલીસ સહિત નવરંગ હોટલના માલિક સહિત વાહન ચાલકો બચાવ કામગીરીમાં જોડાયાં હતાં
વાત કરવામાં આવે તો મોડીરાત્રે અંદાજે બે થી અઢી વાગ્યા આજુબાજુના સમયે (અમરેલી) ધારી ડેપોની બસ GJ.18.Z.7099 ફતેપુરાથી અમરેલી ધારી તરફ જતી હતી ત્યારે ઢસા થી રાજકોટ હાઇવે રોડ પર સતાધાર મંદિર અને નવરંગ હોટલની વચ્ચે બસમા અચાનક કોઈ ટેકનિકલ ખામીના કારણે બસમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી ત્યારે બસ ચાલક નાશીરભાઇ હબીબભાઇ મકવાણા કંડકટર મનસુખ ભાઈ ભીખા ભાઈ ચાવડા દ્રારા તાત્કાલિક ધોરણે બસ હાઇવે રોડ પર સાઈડમાં ઉભી રાખી તમાંમ મુસાફરોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઢસા પોલીસને જાણ થતા ઢસા પોલીસ સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળે પહોંચ્યો હતો સાથે બાજુમાં આવેલ નવરંગ હોટલના માલિક સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચી તમામ મુસાફરો ને ચાલુ આગ મા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો આ વાત ની જાણ એસ.ટી વિભાગ ના અધિકારી ઓ ને થતાં ઉચ્ચ અધિકારીઓ ડેપો મેનેજર સહિત એસ.ટી કર્મચારીઓ સ્થળ ઉપર આવી પોહચી યા હતાં હાલ આગળ ની કાર્યવાહી માટે ઢસા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં ઢસા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા