Breaking NewsCrime

સુરતના લિંબાયતમાં વિસ્તારમાં 15 વર્ષની કિશોરી સાથે યુવકે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીને ઉલટીઓ થતા તે ગર્ભવતી હોવાની ખબર પડી હતી. જેથી કિશોરીની માતાએ આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,સુરતના લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં માત્ર માતા અને તેની 15 વર્ષની દીકરી નીલોફર( નામ બદલ્યું છે) છે. રવિવારે તેની તબિયત બગડી હતી. જેથી તેની માતા તેને દવાખાને લઈ ગઈ હતી. કિશોરીના માતાને સંખા જતા મેડિકલમાંથી કીટ લાવીને તપાસતા ખબર પડી કે નીલોફર ગર્ભવતી છે. ત્યારે નિલોફરે તેની માતાને જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલા તે શાક માર્કેટમાં ગઈ હતી ત્યારે અમન અનિશ અંસારીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેથી નિલોફરની માતા આરોપીના ઘરે જઈ તેના પિતાને કહેવા જતા અમનના અંસરીના પિતા અનિશ અન્સારીએ પણ ધમકી આપી હતી કે, તેરી લડકી કો જાનસે માર દુંગા. તેથી નિલોફરની માતાએ અમન અને તેના પિતા અનિશ સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે તપાસમાં લીંબાયત પોલીસે પિતા પુત્રની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

આનંદ ગુરવ……સુરત

15 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજરી ગર્ભવતી બનાવી.

કિશોરીને ઊલટીઓ થતા માતાને જાણ થઈ

કિશોરીની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી.

લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી પુત્ર અને પિતા ધરપકડ કરી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *