ઉમરાળા તાલુકામાં રોજગારી મળે તેવી કોઈ વ્યવસ્થાના હોવાથી રોજગારી માટે તાલુકા ભરના અનેક લોકો ભાવનગર અપડાઉન કરે છે સવાર અને સાંજની લોકલ ટ્રેઈનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ લોકડાઉન અને કોરોના કાળને કારણે લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી જે તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે કારણ કે આજે લગભગ ધોળા તેમજ આજુબાજુના ગામોના મળીને 300 જેટલા યુવાનો રોજગારી ધંધા માટે ભાવનગરથી ઉપડાઉન કરે છે જે તમામને પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે ઉપરથી એસટી બસ પણ સમયસર મળતી નથી અને ભાવનગર જાવા આવવામાં 100 રૂપિયા પ્રતિ દિવસનો ખર્ચો લાગે છે એક બાજુ રોજગારીની સમસ્યા અને મોંઘો વાહન ભાડાનો ખર્ચો પોસાય તેમ નથી આપ સરકારના પ્રતિનિધિઓ અંગત રસ લઇ પ્રજા હિતમાં તાત્કાલિક અસર થી ધોળા લોકલ ટ્રેઈન તેના નિર્ધારિત સમય પર સવાર સાંજના સમયમાં શરૂ કરવામાં આવે તેવી ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ
હરિશ્ચંદ્રસિંહ ગોહિલ અને કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ ઘોરી દ્વારા માંગ કરવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા