શ્રી આનંદ પટેલ (IAS), માનનીય કલેકટર સાહેબશ્રી બનાસકાંઠા અને અધ્યક્ષશ્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના કુશળ નેતૃત્વ હેઠળ અને માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારુ અને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી છે .ગુજરાત રાજ્યના, બનાસકાંઠા જિલ્લાના તેમજ વિશેષ રૂપે અંબાજીના તમામ પત્રકારશ્રીઓએ દિવસ રાત અથાગ મહેનત કરી છે. દેશ અને દુનિયા સુધી અંબાજી મંદિર અને પ્રશાસન દ્વારા કરેલ વ્યવસ્થાનનો સમાચાર પત્રો તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રચાર પ્રસાર કરી અમૂલ્ય સેવા કરેલ છે. આપ સર્વેની મહેનત ,યોગદાન અને રિપોર્ટિંગથી યાત્રાળુઓને સુચારુ , અને યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી શક્યા છીએ .આપ સર્વેના પત્રકારત્વ અને કર્મયોગને બિરદાવતા હું ગૌરવ અનુભવું છું. આપ સર્વેનો હદયપૂર્વક આભાર સાથે આદ્યશક્તિ માં અંબે આપ સર્વેને આવા ઉમદા અને ભગીરથ કાર્યો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય અંબે 🙏🙏
સુધેન્દ્રસિંહ જે. ચાવડા
વહીવટદાર અને નાયબ કલેકટર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ,અંબાજી.
પ્રહલાદ પૂજારી અંબાજી