શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા ભક્તો દેવદર્શન કરવા આવી રહ્યા છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સપન્ન રીતે પુર્ણ થયો છે અને અંબાજી મંદિર ખાતે વિવિઘ લોકો, સમાજ દ્વારા ધજા ચઢાવવામાં આવી છે ત્યારે આજે બપોરે સમસ્ત રાવળ દેવ સમાજ ગુજરાત તરફથી ધજા ચઢાવવાનુ આયોજન કરાયું હતું.
દાંતા ખાતે ધજા ની પૂજન વિધિ કરવામાં આવી હતીઅને હાજર લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી દાંતા માર્ગ પર આવેલા ગણેશ મંદીર થી ગુજરાતભર થી આવેલા સમાજના ભાઈઓ અને બહેનો હાથમા ધજા લઈને ઢોલ વગાડતા વગાડતા અંબાજી મંદિર ખાતે પ્રસ્થાન કર્યું હતું અને ત્યારબાદ અંબાજી મંદિર ખાતે ધજા ચઢાવવામાં આવી હતી. રાવળ યોગી સમાજના લોકો 51 ડાકલા ના નાદ સાથે માતાજીની આરાધના અને વંદન કરી અંબાજી મંદિર ખાતે પહોંચી ધજા ચઢાવી હતી. રાકેશ ડાંગીયા, રમેશ ગોહિલ, સાગર પુરબીયા, વિષ્ણું ભાઈ ( વાંસા) સહીત ના લોકો પણ જોડાયાં હતાં. અંબાજી મંદિર ખાતે જીઆઇએસએફએસ મા ફરજ બજાવતા મિલન યોગીરાજ પણ સેવા કરતા જૉવા મળ્યાં હતા. અંબાજી રાવળ સમાજ સાથે ગુજરાતભરનો રાવળ સમાજ જોડાયો હતો. અંબાજી મંદિર ખાતે ધજા ચઢાવવાનું મુખ્ય આયોજન સમાજની એક્તા જળવાય અને કોરોના થી દેશમુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી
અંબાજી પ્રહલાદ પુજારી