બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં મોટી સંખ્યામા આદિવાસી સમાજ વસવાટ કરે છે અને હાલમાં આદિવાસી સમાજ ખુબજ ગરીબી અને અનેક મુસીબતો નો સામનો કરી રહ્યો છે ત્યારે આ વિસ્તાર હજુ પણ વિકાસ થી વંચિત રહયો છે. તાજેતરમાં મોરવાહડફના ધારાસભ્યને નવા મંત્રીમંડળ મા સ્થાન મળતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે હજુ તો નવામંત્રીએ કામ શરૂ કર્યું નથી ત્યાં તો તેમના પ્રમાણપત્ર ને લઈને વિરોધ થઈ રહયો છે.
પેટા ચુંટણીમા ભાજપના નિમિષાબેન સુથાર નો વિધાનસભા મા વિજય થતાં તેમને નવા મંત્રી મંડળ મા મંત્રી બનાવવામાં આવ્યા છે જેમના વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ મા ઇપી1/2021 થી પીટીશન દાખલ કરવામાં આવી છે. અરજી મા નિમિષા બેન સુથાર વિરુદ્ધ 9 મુદ્દાઓ રાજ્યપાલ, મુખ્ય મંત્રી સહીત નકલો મોકલવામાં આવી છે ત્યારે આજે સાચા આદિવાસી અધીકાર બચાવ લડત સમિતિ દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામા રજુઆત કરવામાં આવી હતી અને દાંતા મામલતારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલીક ધોરણે મંત્રી તરીકે રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી