ગાંધીનગર: માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા આજે વયનિવૃત્ત થતા માહિતી પરિવાર દ્વારા વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી અને નિવૃત્તિમય જીવન નિરોગીમય અને પરિવાર સાથે સુખમય રીતે નિવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી
માહિતી પરિવારના મોભી અને માર્ગદર્શક એવા માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાએ સૌ અધિકારી-કર્મચારીઓની સેવાઓ બિરદાવીને સૌ એ આપેલા સહયોગ માટે અભિનંદન પાઠવતાં કહ્યું કે, માહિતી પરિવારે એક ટીમ બનીને જે કામ કર્યુ છે એના પરિણામેજ આપણે સૌ સારી રીતે કામગીરી કરી છે. મારા સૌ અધિકારીઓનો અપાર પ્રેમ અને કાર્યનિષ્ઠા મને સદાય યાદ રહેશે. તેમણે ઉમેર્યુ કે અન્ય વિભાગોની કામગીરી કરતા માહિતી ખાતાની કામગીરી અલગ પ્રકારની અને સમય મર્યાદામા પૂર્ણ કરવા સાથે ચિવટ પૂર્વકની હોઈ સૌ એ ખંત અને નિષ્ઠાપૂર્વક જવાબદારીથી બજાવી છે એ સરાહનીય છે આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવુ છું
અધિક માહિતી નિયામકશ્રી અરવિદભાઈ પટેલે નિવૃત્ત થતા શ્રી કાલરિયા સાહેબને શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, આપનુ માર્ગદર્શન અને સહયોગના પરિણામે સમગ્ર માહિતી પરિવારે એક ટીમ થઈને સુદર કામગીરી કરી છે. આપનુ નિવૃત્તિમય જીવન સુખમય અને નિરોગીમય બની રહે એવી શુભકામનાઓ આપી હતી.
અધિક માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદીએ વિદાય થતા શ્રી કાલરિયા સાહેબને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, કોઇપણ પરિસ્થિતિમાં મળતું તેમનું હાસ્ય, ઓછાબોલાપણુ અને સૌને સાથે લઈને કામ કરવાની ટીમ ભાવના તથા તેમનુ માર્ગદર્શન સૌને માટે પ્રેરણારૂપ બન્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, સરકારી સેવામાંથી નિવૃત્તિ જગા પરથી થાય છે પરંતુ ઇશ્વર તેને બીજી જગ્યાએ પ્રવૃત કરે છે. નવી જગ્યાનો આરંભ છે તેમની આવતીકાલની સવાર અને જીંદગી મનમોહક બની રહે તેવી શુભેચ્છા આપી હતી.
નિવૃત થતા શ્રી કાલરિયા સાહેબને શાલ ઓઢાડી અને મેમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા
આ પ્રસંગે સંયુકત માહિતી નિયામક શ્રી જી.એફ.પાડોર શ્રી સંજય કચોટ,શ્રી પંકજભાઈ મોદી, શ્રીમતી ઉર્વી રાવલ સહિત માહિતી કચેરી ગાંધીનગરના અધિકારીઓએ તેમની સાથેના સંસ્મરણો તાજા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક શ્રી હિરેન ભટ્ટે કર્યુ હતું.