શક્તિ ભક્તિ અને હસતા નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આ વિસ્તાર પહાડી અને અંતરિયાળ હોય અહીં મોટાભાગે આદિવાસી સમાજની બહુમતી વધારે જોવા મળે છે આ તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે સોમવાર સાંજે અંબાજીના વિનય રાવલની હત્યાથી પરિવારમાં અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમો પણ કામે લાગે છે પરંતુ હજી સુધી હત્યારા પકડાયા નથી ત્યારે મંગળવારે વહેલી સવારથી આનંદ ભવાની કોમ્પલેક્સ ના તમામ દુકાનદાર ધારકો અને હોટલ સંચાલકોએ એક દિવસ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા અને વિનય રાવલ ની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
ગબ્બર તેલીયા નદીના પુલ નજીક સોમવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે અંબાજીના યુવા હોટલ માલિક વિનય રાવલની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ આદરી હતી પરંતુ હજુસુધી પોલીસને આરોપીઓ સુધી ભાળ મળી નથી ત્યારે મંગળવારે આખો દિવસ આ વિસ્તારમાં પોલીસ કાફલો વિવિધ ટીમ સાથે જંગલમાં તપાસ કરતા જોવા મળ્યો હતો. અંબાજીના લોકોમાં વિનય રાવલ ની હત્યા થી ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આરોપીઓ પોલીસ પકડે તેવી માંગ કરી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પુજારી