ગાંધીનગર ખાતે સમૂહમાં સમસ્ત બ્રહ્મ સમાજે તમામ પાસાઓની
નિગમ અને આયોગ સમક્ષ વિગતે આપવીતી રજૂ કરી
આજરોજ સાબરકાંઠા જિલ્લાના અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના ભૂદેવ અગ્રણીઓ એ બિન અનામત આયોગ અને બિન અનામત નિગમના ચેરમેનોની ગાંધીનગર ખાતે મુલાકાત કરી સમાજને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી અને વિદેશ અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓની અગવડો સહિતના વિવિધ મુદ્દાઓ ની છણાવટ કરતા આ અંગે રાજ્ય સરકારમાં રજુઆત કરી ઘટતું કરવા ખાત્રી આપવામાં આવી હતી.
રાજ્યના બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ મુદ્દે રાજ્ય અનામત નિગમના ચેરમેન બી.એચ.ઘોડાસરા તથા બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરાને ભાજપપ્રદેશ મિડીયા કન્વીનર ડો. યજ્ઞેશ દવે ના માર્ગદર્શન મુજબ બ્રહ્મ સમાજના અગ્રણી અતુલભાઈ દીક્ષિતની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે કરેલી રજૂઆતોમાં મુખ્યત્વે બિન અનામત લોન લેવા ઇચ્છુક અરજદારને રૂબરૂ બોલાવતા અરજદાર વિદ્યાર્થી હોય નોકરિયાત હોય કે નાના-મોટા ધંધો કરતો હોય તો તેવો ચાલુ દિવસે સમય ફાળવી શકતા નથી,વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના નિયમોમાં કેટલીક મોટી ક્ષતિઓ હોવાથી ફેરફાર કરવા , .સમાજના લાભાર્થીઓ સુધી જાણકારી આપવા માટે કેમ્પનું આયોજન કરવા લેખિત પરમિશન આપવી. અને ખર્ચની રકમ ઉપલબ્ધ થાય તેવું કરવું.સો વારથી વધુના પ્લોટ ધરાવતા વ્યક્તિને એના પાલ્ય માટે લોનની સુવિધા પ્રાપ્ત થતી નથી જેથી બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ ઘટતું કરવું વગેરેનો સમાવેશ થાય છે.આ પ્રતિનિધિ મંડળમાં સમાજના મીડિયા કન્વીનર દિનેશ રાવલ, રાજ્ય ઉપપ્રમુખ પ્રફુલભાઈ વ્યાસ, યુવા અગ્રણી કુણાલ દીક્ષિત બિન અનામત આયોગ ના જાણકાર અને સેવાભાવી કાનનબેમ દવે, મુકેશભાઈ રાવલ,
પણ હાજર રહીબ્રહ્મ સમાજને પડતી મુશ્કેલીઓ અંગે વાકેફ કર્યા હતા