બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓ આવેલા છે અને આવા તાલુકાઓમાં ઘણાં બે નંબરના ધંધાઓ ચાલી રહ્યા છે પણ સામે વિવિધ તાલુકામાં પોલીસ અધિકારીઓ પણ સારી કામગીરી બજાવી રહ્યા છે આવોજ ઍક સુંદર અનુભવ ભાભર ના લોકોને થયો હતો જેમાં ભાભર પોલીસ સ્ટેશન મા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હરેશ ભાઈ જોષી દ્વારા કતલખાના ને લઈને સુંદર કામગીરી હતી.
(પી.એસ.આઇ. જોષી એ માંસ નું વેચાણ તથા કતલ બંધ કરાવ્યું)સરકારી નોકરી દ્રારા ફરજ બજાવતા કર્મીઓ ફરજ દરમ્યાન કેટલાક સમાજ સુધારા નાં કામો કરતા હોય છે
તેવી રીતે ભાભર ખાતે તાજેતર માં પી.એસ.આઇ.તરીકે ફરજ પર આવેલા એચ.એલ.જોષી દ્રારા પ્રશંસનીય નિર્ણય થી કામગીરી હાથ ધરતાં જીવદયા પ્રેમીઓમાં પ્રશંસનિય અને અભિનંદન ને પાત્ર બન્યો છે પી.એસ.આઇ.જોષી એ ભાભર તથા વિસ્તાર માં જે જે સ્થળોએ મુંગા પશુઓ ને કતલ કરી તેના માંસ નું વેચાણ કરનાર ને સમજ પુર્વક સમજાવી આવું કૃત્ય નહિ કરવા સમજાવતાં પી.એસ.આઇ. ની લાગણી ને માન આપી આ ધંધો કરનારા પશુ કતલ અને વેચાણ નહિ કરવા સંમત થઇ ને સાથ સહકાર આપવા જણાવ્યું હતું
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી