💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે આરોગ્ય વિભાગના કર્મચારીઓની અનેરી સિધ્ધી બદલ સન્માન કરવા સુચના કરેલ.
જે અનુસંધાને આજરોજ તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ દેશભરમાં કોરોના વેકસીનના ૧૦૦ કરોડના માઈલ સ્ટોન ને પાર કરવામાં મહત્વ પુર્ણ ભુમીકા ભજવનાર આરોગ્ય વિભાગના કર્મચારી/અધિકારીશ્રીઓ દ્રારા અથાગ મહેનત થી ગુજરાત રાજ્ય ૬.૯ કરોડ લોકોને રસીકરણ સાથે દેશમાં અવ્વ્લ નંબર રહેલ હોય જે સિમાચિન્હ આંક સુધી પહોંચવા બદલ ઉજવણીના ભાગ રૂપે ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ તરફથી સર.તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરનાં કંમ્પાઉન્ડમાં ભાવનગર જિલ્લા પોલીસ _બેન્ડ દ્રારા સંગીતની સુરાવલી સાથે_ આરોગ્ય વિભાગના હોસ્પીટલ એડમિનીસ્ટ્રેશન સ્ટાફ, મેડીકલ કોલેજ, B.M.C હેલ્થ ડીપાર્ટમેન્ટ, નર્સીંગ અને પેરા નર્સીંગ સ્ટાફ, ૧૦૮ ટીમ, સેનેટરી અને કલીનીંગ અને સિક્યુરીટી વિભાગ, તથા જુનીયર ડોકટરશ્રીઓનું મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સાહેબની ઉપસ્થિતિમાં સન્માન કરવામા આવેલ. અને તેઓએ આ ટુંકા સમય માં આ અનેરી સિધ્ધી હાંસલ કરેલ હોય જે બદલ મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સાહેબ, એલ.સી.બી પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સા., તથા નિલમબાગ પો.ઇન્સ. જે.આર.ભાચકન સા. તથા આર.એસ.આઈશ્રી ખમલ સા. તથા ભાવનગર પોલીસ બેન્ડ અને ભાવનગર પોલીસ સ્ટાફના માણસો દ્રારા આભારમાની બિરદાવવામાં આવેલ હતા.