આનંદ ગુરવ.રિપોર્ટર સુરત.
દિવાળીના પાવન પર્વ ની ઉજવણી સમગ્ર દેશ સહિત સુરતના વનિતા વિશ્રામ સ્કૂલ અને શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ માં આજ રોજ સિનિયર કેજીના વિદ્યાર્થીઓ સાતે વિઝ્યુઅલ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત આચાર્યશ્રી જ્યોતિકાબેન રામનાની અને તેમના શિક્ષકો દ્વારા ભારતીય સંસ્કૃતિનો પવિત્ર અને મોટો તહેવાર દિવાળીનું મહત્વની છભી દર્શાવવામાં આવી હતી.જેમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા જેવી કે લક્ષ્મી પૂજન ચોપડા પૂજનું મહત્વ સમજાવ્યું હતું. આચાર્ય જ્યોતિકા બેન રાણાનાની અને એમના શિક્ષકો દ્વારા દિવાળીના શુભ અવસર પર ઘરે આવતી અતિથિઓનું આદર કરવા માટેનો ઉપરાંતો નાસ્તાઓની પણ સમજણ પૂરી પાડી હતી. અને સાથે સાથે નાના બાળકો વિદ્યાર્થીઓને ફટાકડા ફોડતી વખતે કઈ તકેદારી રાખવી એની પણ વિઝ્યુઅલ દ્વારા સમજણ પૂરી પાડવામાં આવી હતી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સપનાને સાકાર કરતા સ્લોગન ઓકલ ફોર લોકલને પણ મહત્વ આપવામાં આવ્યું હતું.જેમાં માટીના બનાવેલા દીવડાઓની ખરીદી કરે જેથી દરેક વ્યક્તિની દિવાળી થાય અને તમારા થકી ગરીબ ના ઘરમાં પણ ઉજાસ થાય તેઓ સરસ મજાનો સંદેશ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.