શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં દિવાળી પર્વ શરૂ થવાની તૈયારી પર છે,ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ અંબાજી મંદિર દર્શન સમય વધારવામાં આવ્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે ત્યારે 5 નવેમ્બરના રોજ બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર ખાતે સવારે છ વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે અને અંબાજી મંદિર રાત્રિના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે આ સમયગાળા દરમિયાન અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો આવતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન સમય વધારવામાં આવ્યો છે.
અંબાજી મંદિર દર્શન સમય
:- 5/11/2021 નો સમય :-
મંગળા આરતી સવારે – 6 થી 6:30
સવારે દર્શન – 6:30 થી 10:45
રાજભોગ બપોરે 12 થી 12:15
અન્નકુટ આરતી 12:15 થી 12:30
બપોરે દર્શન 12:30 થી 4:15
સાંજે આરતી 6:30 થી 7
સાંજે દર્શન 7 થી 11
:- 6/11 થી 9/11/2021 નો સમય :-
મંગળા આરતી સવારે – 6:30 થી 7
સવારે દર્શન – 7 થી 11:30
રાજભોગ બપોરે 12 વાગે
બપોરે દર્શન 12:30 થી 4:15
સાંજે આરતી 6:30 થી 7
સાંજે દર્શન 7 થી 11.
અંબાજી પ્રહલાદ પૂજારી