💫 ગઇ તા- ૨૮/૧૦/૨૧ના રાત્રીના ૧૨/૩૦ વાગ્યે ફરીયાદી શ્રી અશોક ભાઇ ટીણાભાઇ બારૈયા રહે-કળસાર તા-મહુવા વાળો પોતાનું મો.સા. લઇ પોતાના શીંગ ભરેલ ટ્રેકટર પાછળ મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે વેચવા જતો હતો તે દરમ્યાન મહુવા બાયપાસ હાઇ-વે,રજવાડી હોટેલ પાસે આવતા બે અજાણ્યા ઇસમોએ ફરીયાદીને રસ્તામાં ઉભો રાખી મુંઢમાર મારી, ઇજા પહોચાડી બંન્ને ઇસમોએ બળજબરી પુર્વક રૂ.૫૦૦૦/- કાઢી લુંટ ચલાવ્યાની ફરીયાદ મહુવા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ.
💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા પી.આર. સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ઉપરોકત લુંટનો ગુન્હો ડીટેકટ કરી ત્વરીત આરોપીઓને ઝડપી લેવા સખ્ત સુચના આપેલ.
💫 લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સ્ટાફના માણસો ઉપરોકત લુંટનો ગુન્હો ડીટેકટ કરવા મહુવા સીટી વિસ્તારમાં હતા તે દરમ્યાન પો.કોન્સ.અલ્તાફભાઇ ગાહાને ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે, ગઇ તા-૨૮/૧૦/૨૦૨૧ના રોજ રજવાડી હોટલ પાસે થયેલ લુંટમાં સામેલ બંન્ને આરોપીઓ હાલ નેસવડ ગામ તરફથી લુંટમાં વપરાયેલ મોટરસાયકલ સાથે બંન્ને જણા નેસવડ ચોકડી તરફ આવે છે જેમાં ડ્રાઇવરે કાળા કલરનું ટીર્શટ તથા સફેદ પેન્ટ પહેરેલ છે. અને નેસવડ ચોકડીથી પસાર થાય છે. જે હકીકત આધારે વોચમાં રહેતા ઉપરોકત બાતમી વર્ણન મુજબના મોટરસાયકલ પસાર થતા રોકી કોર્ડન કરી વારાફરતી બંન્નેના નામ પુછતા નં-૧ ચેતનભાઇ ઉર્ફે બોખો નરશીભાઇ જોળીયા જાતે-કોળી ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે. નેસવડ ગામ, ખોડીયારનગર પ્લોટ વિસ્તાર તા.મહુવા તથા નં-૨ રાહુલભાઇ જેન્તીભાઇ જોળીયા ઉ.વ.૨૦ જાતે- કોળી ધંધો- મજુરી રહે. નેસવડ ગામ, ખડિયાનગર પ્લોટ વિસ્તાર તા.મહુવા વાળો મળી આવતા યુકતી-પ્રયુકતિથી પુછપરછ કરતા પોતે ગઇ તા- ૨૮/૧૦/૨૧ ના રોજ રજવાડી હોટલ પાસે થયેલ લુંટ પોતે કરી હોવાની કબુલાત આપે છે.
તેથી લુંટમાં ઉપયોગ થયેલી મો.સા. કિ.રૂ.૨૫૦૦૦/- ગણી તથા રોકડ રૂ.૫૦૦૦/- તથા અન્ય એક જગ્યાએ થી ચોરી કરેલ રેડ-મી કંપનીનો મોબાઇલ કિ.રૂ ૫૦૦૦/-ગણી સી.આર.પી.સી.ક-૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
💫આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને ગણતરીના દિવસોમાં અનડીટેકટ લુંટનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
💫આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પી.આર. સરવૈયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. એન.વી.બારૈયા તથા એ.ડી.બારૈયા તથા પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.