Breaking NewsLatest

ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભારત રત્ન અભિયાનના સંચાલકનું જિજ્ઞેશ કંડોલીયા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.

ધનતેરસના દિવસે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે સમગ્ર ગોહિલવાડના ક્ષત્રિય સમાજ દ્વારા મુરલીધર દાદાની ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાવનગર નેકનામદાર યુવરાજ જયવીરરાજસિંહ તેમજ સમગ્ર ગોહિલવાડના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ પ.પૂ રવુબાપુ (વાંકીયા આશ્રમ-આંબલા), પ.પૂ.રમજુબાપુ (અંબિકા આશ્રમ-સાંગાણા ) વગેરે સાધુ સંતો અને રાજપૂત સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજના આગેવાનોનું વિશિષ્ટ સેવાઓ બદલ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મિશન ભારત રત્ન અભિયાન ચલાવનાર જીજ્ઞેશ કંડોલીયાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.


  • ભાવનગર જિલ્લાના યુવાન જિજ્ઞેશ કંડોલીયા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાન છેલ્લા દોઢ વર્ષથી ચલાવી રહ્યા છે જેમાં તેમણે ગુજરાતના સાધુ સંતો , કલાકારો, રાજકીય લોકો, ગુજરાતના મંત્રીમંડળ તેમજ નવનિયુક્ત મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆતો અને પત્રવ્યવહારો તેમજ અવનવા કાર્યક્રમો કરી સમગ્ર ગુજરાતમાં મિશન ભારત રત્નનો એક અવાજ ગુંજતો કરી મુક્યો છે અને એક સકારાત્મક ઝુંબેશના ભાગરૂપે આગળ વધી તમામ લોકોને આ કાર્યમાં જોડી રહ્યા છે . જેમાની કૃષ્ણકુમારસિંહજી પ્રત્યેની ભાવના અને આ વિશિષ્ટ કામગીરી બદલ ભાવનગર ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને નેકનામદાર યુવરાજ જયવીરરાજસિંહ તેમજસાધુ સંતોની ઉપસ્થિતમાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. જિજ્ઞેશ કંડોલીયા દ્વારા છેલ્લા દોઢમાં ભારત રત્ન બાબતે કરેલી સફર વિશે માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું અને આવનારા દિવસોમાં અભિયાનને વધુ વેગ મળે તે બાબતે લોકોને લોકજાગૃતિ પ્રસારવા આહવાન પણ કર્યું હતું તેમજ વધુમાં ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે આજથી પાંચેક વર્ષ પહેલાં ભાવનગરની સામાજિક સંસ્થાઓ, અને રાજપૂત સમાજ દ્વારા પણ સરકારમાં રજૂઆતો કરી હતી અને આવનારા દિવસોમાં પણ આ રજૂઆતો કરીશું અને આ બાબતે માત્ર રાજપૂત સમાજ જ નહીં પણ સમગ્ર ગોહિલવાડ તેમજ ગુજરાતની લાગણી જોડાયેલી છે. અને મિશન ભારત રત્નના સંચાલક જિજ્ઞેશ કંડોલીયાના આ અભિયાનને પણ બિરદાવેલ અને આ અભિયાનમાં સંપૂર્ણ સાથ અને સમર્થન પણ આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ મહેશ બારૈયા તળાજા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *