💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
💫 ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપી ઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,શિહોર પોલીસ સ્ટેશનનાં લુંટનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ગીરીરજા ઉર્ફે ગીલો રહે.નેસડા તા.શિહોર જી.ભાવનગરવાળો હાલ ટાણ ચોકડીએ હાજર છે. જે હકિકત આધારે ટાણા ચોકડીએ આવતાં ગીરીરાજ ઉર્ફે ગીલો તુલશીદાસ પરમાર ઉ.વ.૩૦ રહે.મુળ-ભુતડી તા.વિસાવદર જી.જુનાગઢ હાલ-ભુપતભાઇની વાડી,નેસડા તા.શિહોર જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
💫 આમ,શિહોર પોલીસ સ્ટેશનના લુંટ તથા ગેંગ કેસનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી., ભાવનગરને સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા,બાવકુભાઇ ગઢવી,બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા એ રીતેના માણસો જોડાયા હતાં.