શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે તાજેતરમાં દિવાળી પર્વ સુખ સંપન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ રાજકીય નેતાઓ મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે સોમવારે સવારે મંગળા આરતી બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અંબાજી મંદિરના ગર્ભગૃહમા માતાજીનાં દર્શન કર્યા હતા.
અંબાજી મંદિર ખાતે આવેલાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારીનું ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ તેઓ ગર્ભગૃહમા માતાજીનાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ મહારાજ દ્વારા તેમને ચૂંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતું, માતાજીનાં ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરી હતી.
ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય કાંતી ખરાડી, ચંદનજી ઠાકોર,બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી, વિવિઘ આગેવાનો,કાર્યકરો હાજર રહ્યા હતા. રવિવારે સાંજે અંબાજી મંદિર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી