રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના પુણા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય કાજલબેન ચૌહાણ ૨૨૬ દિવસની લાબી સારવાર બાદ આજરોજ હોસ્પિટલમાંથી પોતાના ઘરે જવા માટે ની રજા આપવામાં આવી હતી. ૮ માસની ગર્ભવતી કાજલબેન ચૌહાણ ૮ મહિના પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કાજલબેનના પતિએ કાજલબેન ને પુણા વિસ્તારમાં આવેલા સદવિચાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. ડોક્ટરો માટે પણ ખૂબ ગંભીર પ્રશ્ન હતો. કારણકે કાજલબેન ૨૭ વર્ષીય આઠ માસની
ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ હતી. જેના ગર્ભમાં ૮ માસ નું બાળક હતું. કાજલબેન ની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરો સામે પણ ખૂબ ગંભીર પ્રશ્ન હતો. કાજલબેનને અને એમના ગર્ભમાં રહેલા બાળકને પણ બચાવવા હતા.જેથી ડોક્ટરોએ ખૂબ જ મહેનત બાદ કાજલબેનને અને એના બાળકને સહી સલામત બચાવી હતી. આઠ મહિનાની લાંબી સારવાર બાદ આજરોજ કાજલબેન હોસ્પિટલમાંથી રજા આપતી વેળાએ ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફ ભાહુક થયા હતા અને કાજલબેન ના પરિવારે ડોક્ટરો અને સ્ટાફને ભાવ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…..
ડોક્ટર ભગવાનનું બીજું રૂપ કહેવાય એને સાર્થક કરી બતાવ્યો…
પુણા વિસ્તારમાં ૮ માસની ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ…
સદવિચાર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સ્ટાફે ખૂબ મહેનત કરી બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યા.
૮ માસનું બાળક સહિત મહિલાને બચાવી લેવામાં આવી..
૮ મહિનાની લાંબી સારવાર બાદ આજરોજ રજા આપવામાં આવી હતી…