શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સંપૂર્ણ રીતે પૂર્ણ થતાં વિવિધ ભક્તો હાલમાં પણ મા અંબાના ધામ ખાતે પહોંચી રહ્યા છે.ભાદરવી પૂનમના મહામેળા વખતે ભક્તો સંઘ અને ધજા લઈને અંબાજી આવતા હોય છે, પરંતુ કેટલાક ભક્તો હાલમાં પણ ધજા લઈને અંબાજી તરફ આવી રહ્યા છે અને મા અંબા નો જયજય કાર કરી રહ્યા છે.વડોદરા જિલ્લાના સિસવા ગામ ના ભક્તો 7 દિવસ પગપાળા ચાલીને અંબાજી ખાતે ગુરુવારે રાત્રે આવી પહોંચ્યા હતા અને શુક્રવારે સવારે આ ભક્તો સીતાબા ધર્મશાળામાં માતાજીની આરતી ઉતારીને જય જય અંબે ના નાદ સાથે અંબાજી મંદિર તરફ આવ્યા હતા અને અંબાજી મંદિરમાં 111 ફૂટ ની ધજા સાથે ભક્તો અંબાજી શીખર પર ચઢાવી હતી
આ ભક્તો 300 કિલોમીટર દૂર થી ચાલતા સંધ લઈને અંબાજી આવ્યા હતા આ ભક્તો 7 દીવસ બાદ અંબાજી પહોચ્યા હતા.છેલ્લા 37 વર્ષ થી આ સંધ ચાલતો અંબાજી આવે છેઆ સંઘમાં 700 જેટલાં ભક્તો મા અંબા ના ધામ મા પહોચ્યા હતા.અંબાજી મંદિર ના શિખર પર ધજા ચઢાવી હતી.દર વર્ષે દેવ દિવાળી બાદ આ સંધ પગપાળા અંબાજી આવે છે.વડોદરા જીલ્લાના સીસવા ગામના ભક્તો પગપાળા આવે છે.અંબાજી ખાતે ભક્તો ગરબા રમ્યા હતા.શ્રી વણઝારી યુવક મંડળ પગપાળા સંઘ ના ભક્તો ભકિત મા લીન થયા હતા.આ સંઘમા જશભાઈ મોતીભાઈ દરબાર અને વિવધ નાના મોટા અને વૃદ્ધ ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી