રિપોર્ટર.આનંદ ગુરવ (સુરત).
વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અનેક જગ્યાઓ ઉપર કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ દિવ્યાંગ દિવસના ઉજવણી કરવામાં આવી હતી. સુરત રેલ્વે સ્ટેશન પર દિવ્યગ પેસેન્જરોને હાલાકીનો સામનો ના કરવો પડે અને દિવ્યાંગ પેસેન્જરો માટે વિલચેર મદદરૂપ નીવડે તે હેતુલક્ષી આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પી.એ.સી. કેન્દ્રીય રેલવે સભ્ય છોટુભાઈ પાટીલ અને સિવિલ હોસ્પિટલમાંથી ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલભાઈ કડીવાલા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન મેનેજર સી કે ખડિકને દિવ્યાંગ દિવસ નિમિત્તે બે વિલ ચેર સુપ્રિત કરવામાં આવી હતી.
વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
સુરત રેલવે સ્ટેશન પર દિવ્યાંગ પેસેન્જરો માટે બે વિલચેર મુકવામાં આવી
રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય સભ્ય છોટુભાઈ પાટીલ દ્વારા બે વિલચેર અપાઈ