અગ્રણી કેળવણીકાર,જાણીતા દાતા અને વતન ના રતન એવા શ્રી વસંતભાઈ ગજેરા ના નેતૃત્વ અને માર્ગદર્શન થી કાર્યરત શૈક્ષણીક સંસ્થા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ સ્કૂલ (DLSS) અમરેલી ના વિદ્યાર્થીઓ તાજેતર માં વડોદરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની જવાહર લાલ નહેરુ સબ જુનિયર હોકી U-15 ભાઈઓની સ્પર્ધામા સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો.. ત્યારે હોકી ટિમનું સંસ્થામા ઉષ્માભેર સ્વાગત કર્યું.
સમગ્ર ટિમ ના વિદ્યાર્થીઓ ને ફૂલ હાર પહેરાવી અને ઘોડા પર બેસાડી વાજતે ગાજતે સંસ્થાના સ્ટાફ અને સ્ટુડન્ટસ દ્વારા આવકારવામાં આવ્યા.. શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા કતાર બંધ ઉભારહી પુષ્પ વર્ષા કરવામાં આવી.
સમગ્ર કાર્યક્રમ સંસ્થાના યુવા કેમ્પસ ડિરેકટર હસમુખ પટેલ ની દેખરેખનીચે સફળતા પૂર્વ યોજાયો.
આ તકે જીલા રમત ગમત અધિકારી તેમજ સંસ્થાના મંત્રી તથા પ્રિન્સીપાલશ્રીઓ અને સસ્થાના શિક્ષકશ્રીઓ પણ હાજર રહ્યા..
DLSS અમરેલી ની ટીમ નું સમગ્ર સ્પર્ધામાં ખુબજ સારું પ્રદર્શન રહ્યું હતું.. તમામ મેચ માં સામે ની ટિમને એકપણ ગોલ(પોઇન્ટ)નો ચાન્સ ના આપી અને ફાઇનલ મેચ ભાવનગર સામે પણ 6-0 થી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો..
ઉલ્લેખનીય છે કે સંસ્થા ના કેમ્પસ ડિરેકટર હસમુખ પટેલ પણ એક સ્પોર્ટમેન હતા. અને હોકી ટિમના વિદ્યાર્થીઓ નું ભવ્ય સ્વાગત કરી ને પોતા માં આજે પણ સ્પોર્ટમેન સ્પિરિટ જીવન્ત છે એ સાબિત કર્યું..
કેમ્પસ ડિરેક્ટર હસમુખ પટેલ ને પૂછતાં જણાવ્યું કે આવું ભવ્ય સ્વાગત કરી એ રમત જગત ને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે..સાથે સાથે રમત ક્ષેત્રે અન્ય વિદ્યાર્થીઓ ને પણ પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવો એમનો ઉમદા હેતુ છે..
વધુમાં તેમેણે જણાવ્યું કે સરકારશ્રી રમત ગમત ક્ષેત્રે ખુબજ ખર્ચ કરી રહી છે ત્યારે ખરા અર્થ માં સ્ટુડન્ટસ ને મોરલી સપોર્ટ કરવા આવા કાર્યક્રમો થવા જોઈએ..
અમરેલી DLSS ની વિજેતા થયેલ ટિમ દિલ્લી ખાતે આગામી 14 તારીખે રાષ્ટ્રીય કક્ષા ની હોકી સ્પર્ધા માં સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે..એ ખરેખર સમગ્ર અમરેલી જીલા અને ગુજરાત માટે ગૌરવ ની વાત છે..
રમતક્ષેત્રે વિજેતા ટિમ ના વિદ્યાર્થીઓનું આવું ભવ્ય સ્વાગત એ સમગ્ર રમત જગત માટે પ્રેરણાદાયી પગલું છે..