અમદાવાદ: મણિનગર કાકરિયા થી કેડિલા ઓવરબિજ સુધી રેલવે પાટા ની બન્ને તરફ RCC ની લાંબી અને ઉંચી દિવાલ બનાવવા નું શરુ કરવામાં આવ્યું
આ રેલવે ટ્રેક સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હતો સપ્તાહમા બે-એક આત્મહત્યા કે રેલગાડીથી ટક્કર થવાથી નાગરિકોના મોતના બનાવો પોલીસ ચોપડે નોધાતા આવ્યા છે
શોર્ટ કટથી આ ખોખરાથી મણિનગર જવાની ઉતાવળમાં લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હતા અને ક્યારેક પારિવારિક સમસ્યા ઓને લઈ ને મોત વ્હાલુ કરતા આવતા હતા ત્યારે બન્ને તરફ આ RCC ની દિવાલ બની જતા હવે થી આ બનાવો બનતા અટકશે.
પેમી-પંખીડાઓ પણ જીવન ટુંકાવવા આ રેલપાટા પર આવતા હતા જેને લઈ ને આ સળંગ રેલવે ટ્રેક કેડિલા ઓવરબિજ સુધીનો આખો પટ્ટો સુસાઈડ પોઈન્ટ બની ગયો હતો
દક્ષિણી વેપારી એસોસિએસનએ અનેક વખત રેલવે તંત્રને આ અંગેની લેખિત રજુઆતો કરીને દિવાલના બાકોરા પુરી ને RCC ની મજબુત દિવાલ બનાવવાની માગણી કરતા આવતા રહ્યા હતા અને અંતે અનેક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ અવારનવાર રેલવે વિભાગ ને પત્રો લખી ને નક્કર કામગીરી કરવાનું કહ્યું હતું જેનો તંત્ર એ અંતે સ્વીકાર કરતા રેલવે વિભાગ આ RCC ની દિવાલ બનાવવા ની શરુઆત કરી. હવે આ દીવાલ બની જતા લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.