શક્તિપીઠ અંબાજી થી 20 કિલોમીટર દૂર દાંતા તાલુકાનું વડુમથક દાંતા આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનો સૌથી પછાત તાલુકો દાંતા છે.2021દાંતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4 ઉમેદવાર સરપંચ મા નસીબ અજમાવ્યું હતું જેમાં દાંતા તાલુકાના 42 ગ્રામ પંચાયતની ચૂંટણી ના પરીણામ 21 ડિસેમ્બર ના રોજ સર ભવાની સિંહ વિદ્યાલય ખાતે રાખવામાં આવી હતી જેમાં 1050 જેટલા જંગી બહુમતીથી હરપાલ સિંહ રાણા વિજયી જાહેર થતાં તેમના સમર્થકો મા ભારે ખુશી છવાઈ ગઈ હતી.
19 ડિસેમ્બર ના રોજ દાંતા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન યોજાયું હતું અને જેમા 21 ડિસેમ્બર ના રોજ સર ભવાની સિંહ વિદ્યાલય ખાતે સવારે 9 વાગે થી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી અને સાંજે 7:30 વાગે દાંતા ગ્રામ પંચાયતની ચૂંટણી નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાંતા ના લોકપ્રિય હરપાલસિંહ રાણા સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. દાંતા ખાતે વિજેતા ઉમેદવારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયાં હતા
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી