રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં છેલ્લાજ પાંચ વર્ષથી નાસતા ફરતાં લીસ્ટેીડ આરોપીને અમરેલી એલસીબીએ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ. આ ડ્રાઇવ દરમ્યાફન અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્તફ રાય એ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધિ ધોરણસર કાર્યવાહી કરવા જીલ્લાઓ પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે અન્વરયે અમરેલી એલસીબી ના ઇન્ચાવર્જ પીઆઇ આર.કે.કરમટા તથા પીએસઆઇ પી.એન.મોરી તથા ટીમને ચોક્કસ બાતમી મેળવી રાજુલા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬ વગેરે ગુનાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લાશ પાંચ વર્ષથી નાસતા ફરતા જીતુ છોટુભાઇ ચૌહાણ, (ઉ.વ.૩૨) રહે.ઉના, ગવર્મેન્ટં નર્સરીની બાજુમાં, સાસકવડ રોડ, જિ.ગીર સોમનાથ વાળાને ગતરોજ ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા રાજુલા પો.સ્ટેસ.માં સોંપી આપેલ છે.
પાયલ બાંભણિયા
ઉના