ગુજરાતનાં મોખરાના યાત્રાધામ અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ ધામ મા વીદેશી દારૂ અને અસામાજિક તત્વો નો ત્રાસ વધવા પામ્યો છે. રવિવારે રાત્રે શિયાળાની કડકડતી ઠંડીમાં સ્ટેટ વિજિલન્સ ટીમે અંબાજી નજીક થી વીદેશી દારૂ ભરેલો ટ્રક પકડ્યો હતો અને અંબાજી પોલીસ ના સૂત્રો ને માહીતી મળી શકી હતી નહી તે બાબત ગંભીર છે.
અંબાજી ખાતે ગાંધીનગર થી આવેલી સ્ટેટ વિજિલન્સ ટીમે વીદેશી દારૂ ભરેલો ટ્રક પકડ્યો હતો અને અંબાજી પોલીસ આ બાબતે સજાગ કેમ ના રહી? વિજિલન્સ ટીમે આટલો મોટો દારૂ પકડ્યો તેમ છતાંય સ્થાનીક પોલીસ ને કેમ ટ્રક બાબતે માહીતી ન મળી તે ગંભીર બાબત છે. મળતી માહિતી પ્રમાણે આ ટ્રક છાપરી બોર્ડર પર થી ગુજરાત માં પ્રવેશી હતી અને આગળ વિજિલન્સ એ પકડી હતી.
પોલીસ સ્ટેશન:-અંબાજી
જિલ્લો-બનાસકાંઠા
જગ્યા -: પાલનપુર -ખેડબ્રહ્મા રોડ,અંબાજી ટાઉન
મલી આવેલ આરોપી
(1) સુલતાન s/o જરેબ ગુર્જર
..રહે.. હરિયાણા
મલી આવેલ મુદ્દામાલ
618(પેટી) box જેમા નાની મોટી IMFLની બોટલૉ 12816 જેની કિંમત 30,47,400/- છે તથા એક મોબાઇલ અને ટાટા કન્ટેનર ટાઇપ ટ્રક મળી આવેલ છે.