શક્તિભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે. વાતાવરણની અસરને પગલે ભર શિયાળામાં માવઠા જેવું વાતાવરણ લાગે છે. અંબાજી આસપાસના પહાડી વિસ્તારમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી હતી.
અંબાજી અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે .અંબાજી આસપાસના વિસ્તારોમાં એક દિવસ અગાઉ વરસાદી છાંટા પડયા હતા.આજે સવારે ખેતરોમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. અંબાજીના વાતાવરણમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી