કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઘણા વર્ષો અગાઉ બનેલ માર્ગ ઉપર ઢીંચણસમા ખાડાથી અકસ્માતનો ભય
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના છેવાડે આવેલ કાસવાડા ગામથી પીપરાણા ચોકડી સુધીના ઘણા વર્ષો અગાઉ બનેલ માર્ગ બિસ્માર બન્યો છે અને ઢીંચણસમા ખાડા પડી જતા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય રહેતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ માર્ગ તાકીદે પાકો બનાવવા પ્રજામાં માંગ ઉઠી છે.
માલપુરના કાસવાડા ગામના તમામ લોકો ખરીદી માટે અને નાના મોટા કામકાજ માટે અને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે માલપુર જવુ પડતુ હોય છે ત્યારે કાસવાડાથી પીપરાણા ચોકડી સુધીનો વર્ષો અગાઉ બનેલ માર્ગ બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ ઉપર અનેક પ્રકારના નાના મોટા અને જીવલેણ અકસ્માતો થયા છે અને અનેક વાહનચાલકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આ માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર બનતા આ માર્ગ ઉપર ઢીંચણસમા ખાડા પડી ગયા છે અને માર્ગ બિલકુલ ખખડધજ થયો છે ત્યારે આ માર્ગ ઉપર રોજે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને રોજેરોજ ધંધાર્થે જતા લોકો અને વાહનચાલકો આ બિસ્માર માર્ગથી ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ધ્વારા તાકીદે કાસવાડાથી પીપરાણા ચોકડી સુધીના બિસ્માર માર્ગનુ નવિનીકરણ હાથ ધરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ,વાહનચાલકો અને પ્રજામાં માંગ પ્રબળ બની છે.