17 વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા મેધા પંડ્યા ભટ્ટે પોતાના કરીયરની શરૂઆત 2004થી કરી હતી. જેમાં તેમણે 2012થી ફ્રિલાન્સ પત્રકાર તરીકેની સફરની શરૂઆત કરી હતી. તે સમયે એકસાથે ચાર કોલમની શરૂઆત થઇ હતી. ફૂલછાબ અને ગુજરાત ગાર્ડીયન બંને ન્યૂઝ પેપરની બે-બે પૂર્તિઓમાં જૂદા વિષયો પર લખવાની તેમને તક મળી હતી. જેમની સાથે આજેપણ તેઓ સતત નવ વર્ષથી જોડાયેલા છે અને હવે તેમની ફ્રિલાન્સ પત્રકારત્વની કરીયરનું આ દસમું વર્ષ છે. 2012માં ફ્રિલાન્સ તરીકે કાર્ય કરવાની શરૂઆત કર્યા બાદ તેમણે ફિલ્મી પત્રકાર તરીકે પોતાની કલમ કસી અને પોતાની નવ વર્ષની મુસાફરીમાં 1500થી પણ વધારે કલાકારોને તેઓ વ્યક્તિગત મળ્યા છે અને તેમના ઇન્ટરવ્યૂ કર્યા છે.
તેમણે નવ વર્ષના ફ્રિલાન્સ પત્રકારત્વની સફરમાં અનેક ન્યૂઝપેપર અને મેગેઝીનમાં જૂદા જૂદા વિષયોની કોલમ લખી. એક સમયે મહિનામાં ૩૦ કોલમ આવતી તેવી ઘટના પણ બની છે. આ મહેનત ના કારણે નવ વર્ષના સફર દરમિયાન 50 થી પણ વધારે રાજકીય અને રાષ્ટ્રીય એવોડ્સ મેળવ્યા. જેની સફર આજે પણ ચાલી જ રહી છે. ગુજરાતમાં તેઓ એકમાત્ર એવા મહિલા પત્રકાર છે, જે ફ્રિલાન્સ પત્રકાર તરીકે સફળ થયા છે અને તેમની વિવિધ વિષયો પર કોલમો પ્રકાશિત થઇ છે અને થઇ રહી છે.
તેમની ફૂલછાબમાં આવતી કોલમ સંબંધ પરથી એક પુસ્તક પણ પ્રકાશિત થયું અને તેને વાચકોએ પસંદ કર્યું, જેને પણ સારી સફળતા અને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો. હાલમાં દિવ્યભાસ્કરના મેગેઝીન મધુરિમામાં પોતાના બોલ્ડ કન્ટેન્ટની કોલમને લઇને ગુજરાતમાં એકમાત્ર બોલ્ડ કન્ટેન્ટ ફિમેલ રાઇટર તરીકે ઓળખાઇ રહ્યા છે.
પત્રકાર તરીકેના 18માં વર્ષમાં અને ફ્રિલાન્સ પત્રકાર તરીકે હવે દસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે, ત્યારે તેમને તેમના કાર્ય બદલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ તરફથી સરદાર પટેલ આયર્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીમાં પણ તેમને ફ્રિલાન્સ પત્રકાર અને લેખિકા તરીકે એક્સિલન્ટ અચિવર્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.