ગીર ગઢડા તાલુકાના જસાધાર ખાતે જસાધાર રેન્જના આર.એફ.ઓ. શ્રી જે. જી. પંડ્યા સાહેબ વયમર્યાદાને લીધે નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં એ.સી.એફ. પરમાર સાહેબ, રિટાર્યેડ એસીએફ મુનિ સાહેબ, ઉનાના નામાંકિત આયુર્વેદિક ડોક્ટર શ્રી દમણિયા સાહેબ, ઉના – ગીર ગઢડા કોર્ટના જજ શ્રી રાણા સાહેબ અને ત્રિવેદી સાહેબ તથા સર્વ જીવ, વન, પર્યાવરણ સેવા ટ્રસ્ટ ભાચા ના પ્રમુખ અબ્બાસભાઇ બ્લોચ, મંત્રી પ્રકાશ ટાંક તેમજ ટ્રસ્ટના કાર્યકરો ઉપસ્થિત રહેલ આ તકે પંડ્યા સાહેબ એ ઉના – ગીર ગઢડાના રેવન્યુ તેમજ રેન્જ વિસ્તારમાં કરેલ કામગીરી ને યાદકરી લોકોનો આભાર માન્યો હતો. Acf પરમાર સાહેબ એ આર.એફ.ઓ પંડ્યા સાહેબની કામગીરીની પ્રશંસા કરી જણાવેલ કે પંડ્યા સાહેબ એ પોતાની ફરજ દરમિયાન રાત-દિવસ એક કરીને લોકોની અને વન્ય પ્રાણીની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સર્વ જીવ, વન, પર્યાવરણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી દ્વારા સોમનાથ મહાદેવ મંદિર નો મોમેન્ટો આપી સન્માન કરી જણાવેલ કે અમારા વિસ્તારના રેવન્યુ અને ફોરેસ્ટને લગતા પ્રાણપ્રશ્નની હમારી રજૂઆતો ધ્યાને લઈ પંડ્યા સાહેબએ લોકોને અને વન્ય પ્રાણીને પડતી મુશ્કેલી નિવારવા હમારી સાથે રહી સતત માર્ગદર્શન આપી મદદરૂપ થયેલ. જેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને લોકો વચ્ચે
શાંતિ અને સુલેહ જળવાય રહ્યો અને સમસ્યા નો એક પણ બનાવ જોવા મળેલ નથી. જે બદલ પંડ્યા સાહેબ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ. આ કાર્યક્રમમાં ભાચા પે.સેન્ટર શાળાના આચાર્ય વાજા સાહેબ, ભીલવાડા સાહેબ, પોપટ રાદડિયા, ગંભીરસિંહ વાળા, નિર્મલસિંહ ગોહિલ વગેરેએ હાજરી આપેલ.
પાયલ બાંભણિયા ઉના ગીર સોમનાથ