શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.જ્યા મા અંબાનું ભવ્ય મંદીર આવેલું છે આ મંદિર ખાતે માઇ ભકતો મોટી સંખ્યામા માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને કેટલાક માઇ ભકતો મંદિર ખાતે પોતાની કિંમતી વસ્તુ ભૂલી જતા હોય છે જેમા અહિ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ આવી વસ્તુઓ પરત કરી સુંદર કામગીરી કરી રહ્યા છે.
2 જાન્યુઆરીના સાંજના સાડા સાત વાગ્યા ના સમયે અંબાજી મંદિર ખાતે લગેજ કેન્દ્ર પાસે એક ભાવિક ભક્તનુ લેડીઝ પર્સ પડી ગયેલ હતુ જે ફરજ પરના સુરક્ષા જવાન GISFS ના ગાર્ડ – મહેન્દ્રભાઇ મોહનલાલ સોલંકી ને મળી આવતા જેમા રોકડ રૂ. ૮૬૭૦/- તથા એક એટીએમ કાર્ડ અને ૨ વીંટીઓ હોવાનુ જાણાતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર PSI શ્રી આર.કે.વાણિયા સાહેબ પાસે જમા કરાવતા આ બાબતે મંદિરમા એનાઉન્સ કરાવવામા આવ્યુ તેમજ મંદિર ના ફરજ બજાવતા તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISF ના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામને જાણ કરવામા આવેલ અને મુળ માલિક ટીટવાલા કંલ્યાણ ( મુંબઇ) ના રહેવાસી – યશોદાબેન નારાયણ મોરકુટે ની શોધ ખોળ કરી રોકડ રૂ. ૮૬૭૦/-અને બાકીની વસ્તુ સાથેનુ નુ પર્સ સહી સલામત તેમને પરત આપીને ખુબજ સરાહનીય કાર્ય કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી