કેમ્પમાં આયુર્વેદના 245 અને હોમિયોપેથના 58 દર્દીઓએ લાભ લીધો .
દર્દીઓને જટીલ રોગમાં કાયમી રાહત મળે તેવી સારવાર આયુર્વેદમાં શક્ય છે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
નેત્રંગ તાલુકામાં આશરે એક લાખ જેટલી વસ્તી છે. તેના 78 ગામમાં મોટા ભાગના આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ગામડાઓ છે. આવા અંતરિયાળ વિસ્તારના તેમજ જરૂરીયાતમંદ લોકોને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા,સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ અને અતુલભાઈ પટેલ સીએચસી રોગી કલ્યાણ સમિતિ મેમ્બર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ અને હોમિયોપેથ નિદાન ,સારવાર અને દવા નિશુલ્ક વિતરણ મેગા કેમ્પનું સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે આયોજન કરવામાં આવતા 245 આયુર્વેદના સર્વરોગના દર્દી અને હોમિયોપેથના 58 દર્દીઓએ લાભ લીધો હતો આમ કુલ 303 લોકોએ આ કેમ્પમાં નિદાન સારવાર અને દવા મેળવી હતી.
નેત્રંગ ખાતેના મેગા નિદાન અને સારવાર કેમ્પને સુપ્રિન્ટેન્ડન્ટ ડો વિજય બાવીસ્કરે ખુલો મુક્યો હતો. ઓપીડી 121 જેમાં ડાયાબિટીસ , હાયપરટેન્શન , સ્ત્રી રોગ , કબજિયાત , ચામડીના રોગ, શ્વાસ , દમ , શરદી , ખાંસી અને સાંધાના દુખાવા જેવા ઘણા જટીલ રોગોનું નિદાન કરી દવા નિશુલ્ક વિતરણ કરાય હતી . જ્યારે હાલ ફરી કોરોના મહામારીએ માથું ઉંચકતા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી 35 વૃધ્ધ દર્દીઓને જરારોગ 44 , રોગ પ્રતિરોધક દવાના ઉકાળા 30 અને ડાયાબિટીસના દર્દીઓને સારવાર સાથે પેમ્પલેટ વિતરણ 15 દર્દીઓને કરવામાં આવ્યું હતું .કુલ મળી આયુર્વેદના 245 દર્દીઓનું અને જ્યારે હોમિયોપેથ 58 દર્દીઓને નિદાન સાથે સારવાર કરી દવા વિતરણ કરી હતી.
મેગા કેમ્પમાં આયુર્વેદ ડો.વસંત પ્રજાપતિ,ડો.અનિલા વસાવા અને ડૉ.શિવાંગી પટેલ જ્યારે હોમિયોપથના ડો.નરેશ પટેલ,ડો.પ્રવીણ પટેલ અને ડો.કેતન પટેલે 303 દર્દીઓનું નિદાન અને સારવાર કરી હતી.