નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ, જુનાગઢ તથા પોલીસ
અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ દારુ-જુગારની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અંગે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓના ડીવીજનમાં કાયદો વ્યવસ્થા જાળવવા
અને જાણીતા પ્રોહીં-જુગારીની પ્રવૃતીમાં સંકળાયેલ હોય તેવા ઇસમો ઉપર વધુમાં વધુ સફળ રેઇડો કરવા અને પ્રોહીં
-જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઉના પી.આઈ. શ્રી વી.એમ.ચૌધરી સાહેબ નાઓની
સુચના મુજબ
આજરોજ પો.સબ ઇન્સ. એચ.વી.ચુડાસમા તથા એ, એસ, આઇ. એ. એન.ડોડીયા તથા પો.કોન્સ. હરેન્દ્રસિંહ
અમરસિંહ તથા પો.કોન્સ. રાહુલભાઇ નારણભાઇ તથા પો.કોન્સ. હરીભાઇ ડાયાભાઇ એ રીતેના પો.સ્ટાફના સાથે કલાક
o૮/ 00 વાગ્યાથી દેલવાડા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાલીયા માંડવી ગામે પહોચતા
એ.એસ.આઇ. એ.એન.ડોડીયા તથા પો.કોન્સ. રાહુલભાઇ નારણભાઇનાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે હ્યુન્ડાઇ
કંપનીની આઇ ૨૦ જેના રજી. ન નં. જી.જે .૧૧ બી.આર .૨૯૬૩ વાળી દિવ ધોધલા તરફથી દારૂ લઇ ઉના તરફ આવે છે
તેવી હકિકત અધારે રેઇડ કરતા ઉપરોક્ત હકીકતવાળી કાર આવતા રોકાવી | ચેક કરતા આરોપી શાહરૂકખા હુસેનખા
કરમતી જાતે.મુસ્લિમ ઉ.વ .૨૭, ધંધો.પ્રા.નોકરી, રહે.પાતળા, વાડી વિસ્તાર તા.માળીયા તા. છે. જુનાગઢ હાલ રહે.વેરાવળ,
તાલાળા ચોકડી પાસે જી.ગીર સોમનાથ વાળા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ૭૫૦
એમ.એલ. ની બોટલ નંગ -૪ o જેની કિ.રૂ .૩૨,૮00/-તેમજ કાર હ્યુંડાઈ કંપનીની આઇ ૨૦ જેના રજી. નં.
જી.જે .૧૧ બી.આર .૨૯૬૩ જેની કિ.રૂ .૨,૦૦,૦૦૦/-ગણી તથા મજકુરની અંગઝડતી કરતા એક વીવો કંપનીનો 173
એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ .૫000/-એમ મળી કુલ કિ.રૂ .૨,૩૭,૮00/-ના પ્રોહી મુદામાલની હેરફેર કરતા પ્રોહી
મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જે અંગે ઉના પો.સ્ટે. માં
ગુ.ર.નં .૧૧૧૮૬ oo૮૨૨૦૦૬૧/ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ ઇ, ૯૮ (૨), ૯૯ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ
પો.સબ ઇન્સ. શ્રી એચ.વી.ચુડાસમાં સા. ચલાવી રહ્યા છે. દીવમાંથી ગે.કા. રીતે દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.
પાયલ બાંભણિયા
ઉના ગીર સોમનાથ