સમગ્ર જગતમાં શક્તિપીઠ અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ ધામ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર વસેલું છે. અંબાજી 51 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સોનાના કળશ લાગેલા છે. આ મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અંબાજી મંદિર ના ચેરમેન તરીકે હોદ્દો સંભાળે છે જ્યારે ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અંબાજી મંદિરના વહીવટદાર તરીકે કામગીરી કરી રહ્યા છે. ચોક્કસપણે વાત કરવામાં આવે તો અંબાજીમાં માન સરોવર ની સામે 50 વર્ષ કરતા જુની ધૂણી આવેલી હતી આ મંદિર ઉપર મહંત વિજયપુરી મહારાજ અને છોટુગીરી મહારાજ બાબરી કરાવવા આવતા લોકોને આશીર્વાદ અને ઉજાણી નાખતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ ધૂણી વાળી જગ્યા પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો કબ્જો છે. 6 જાન્યુઆરીના રોજ માન સરોવર ધૂણી ખાતે છોટુ ગીરી મહારાજ અને તેમના અનુયાયી સાધુઓ અચાનક આવી મંદીર બહાર બેસી ન્યાય મળે તે માટે ત્રણ દિવસ થી અહી બેસેલા છે.
અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને ચેરમેન હજુ સુધી આ સાધુ મહારાજની મુલાકાત લીધી નથી. સાધુ સમાજની માંગ છે કે આ ધૂણી પર અમને પૂજા-અર્ચના કરવા મળે તે માટે અમો આવ્યાં છીએ. અંબાજીના ઘણા લોકો આ ધૂણી પર ઉજણી નખાવા પણ જતા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ આ બાબતે યોગ્ય નિકાલ લાવી સાધુ સમાજની માંગ સ્વીકારે તેવી માંગ ઉઠી છે.
@@ વિજયપૂરી મહારાજએ ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કર્યો!@@
6 જાન્યુઆરીથી અહીં ધૂણીની બહાર બેઠેલા વિજયપુરી મહારાજ એ જણાવ્યું હતું કે અમે શાંતિથી અહીં ન્યાય માટે બેઠા છીએ અને મેં ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી