કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખેડૂતોની વર્ષો જુની મુખ્ય માંગણી એક જ હોય છે ખતીની ઉપજના હંમેશા પોષણક્ષમ લાભકારી ભાવ મળે તે સંદર્ભે મુખ્ય આશય સાથે તા. 8 મી સપ્ટેમ્બરે – 2021 ના રોજ ભારત દેશના 513 જીલ્લા મથકો ઉપર ધરણા કરીને ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા મુખ્ય સમસ્યા સંદર્ભે આવેદન પત્રો મોકલાવ્યા પરંતુ આજ દિન સુધીમાં કોઈ જ પ્રત્યુતર નહિ મળતા તમામ તાલુકા મથક ખાતે ખેડૂતો ધરણા કરીને તા.11,01,2022 ના રોજ આવેદન પત્ર રાષ્ટ્રપતિ, રાજયપાલ ને મોકલી આપવાનો કાર્યક્રમ ખેડૂતો દ્વારા
યોજાશે
ભારતીય કિસાન સંઘ,ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમ અન્વયે જણાવ્યું હતું કે ખેડૂતોને લાભકારી ભાવ માટે રાષ્ટ્ર વ્યાપી ધરણા અને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે તેમ જણાવ્યું હતું.
ભારતીય કિસાન સંઘ,ગુજરાત પ્રદેશ,ભિલોડા તાલુકા પ્રમુખ અમૃતભાઈ પી.પટેલ,મંત્રી લખાભાઈ બાલાભાઈ તરાર સહિત ખેડૂતોએ લેખિત પત્રમાં જણાવ્યું હતું કે જમીન રી-સર્વેમાં થયેલ ભુલો તાત્કાલિક ધોરણે સુધારો અથવા તો રેકર્ડ મુળ સ્થિતિમાં લાવી દેવું ,
ખેતી પાકમાં થતા જંગલી જાનવરથી ભેલાણનું વળતર આપવું , મજુરી,ધાસચારો, પશુ આહાર દાણ, પાપડી ની મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ વધારવો અથવા પ્રતિ લીટરે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપે , સમાન સિંચાઈ દર કરવા, જ્યા સિંચાઈ નથી ત્યાં સહકાર આધારિત નવી સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવી, કૃષિમાં મીટર પ્રથા નાબુદ કરવી, સ્વૈચ્છિક કરવા,મીટર ઉપરનો ફીક્સ ચાર્જ નાબુદ કરવો,હાલમાં રાસાયણિક ખાતરમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચી લેવો,
ખાતરની અછત માટે યોગ્ય રીતે ઘટતું કરવું , SKY યોજનામાં દિવસે મળતો વીજ પુરવઠો હાલમાં બંધ કરેલ હોય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સત્વરે દિવસે આપવા શરૂ કરાવવો,જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા નથી ત્યાં તળાવો ઉંડા કરી નર્મદાની પાઈપ લાઈન થી ભરવા,નવા તળાવો બનાવવા, ચેકડેમો નું સમારકામ કરાવી ને સત્વરે ભરવા , પાણી પત્રક સમય સર ઓન લાઈન અપડેટ કરવા જેથી કરીને ટેકાના ભાવથી ખરીદીનો મહતમ્ રીતે ખેડૂતો લાભ મેળવી શકે તેમ જણાવ્યું હતું.
ખેડૂતોનું નસીબ હંમેશા બે ડગલા પાછળ હોય છે તેવી વર્ષો જુની કહેવત અનુસાર…
કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેડૂતોનો સર્વાંગી વિકાસ જોવા મળતો નથી તેમ જાગૃત ખેડૂતોએ જણાવ્યું હતું.કિસાન હિતકા કામકાજ કરેગા,વોહી દેશ પર રાજ કરેગા…હમ અપના અધિકાર માંગતે હૈ,નહીં કિસીસે ભીખ માંગતે હૈ…
















