Latest

દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદુ ધર્મ સર્વ સમાજ ના સમુહ લગ્નમાં જોડાયેલ દીકરીઓને ખ્યાતનામ ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરેલ હેન્ડમેડ ચણિયાચોળી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો

આવનાર તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ દાદા બાપુ ધામ પચ્છમ નો ચતુર્થ પાટોત્સવ નિમિત્તે પાંચ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થનાર છે. તેમાં સનાતન હિન્દુ ધર્મ સર્વ સમાજની માબાપ વગરની 11 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું પણ આયોજન થનાર છે

આ સમૂહ લગ્ન મહોત્સવની વિશેષતા એ છે કે આ વખતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પ્રજ્ઞાચક્ષુ એટલે કે સંપૂર્ણ નેત્રહીન અને અંધ બે દીકરી અને બે દીકરાઓ ના આ સમૂહ લગ્ન માં લગ્ન થવાના છે.તેમજ બે દીકરી ને માં નથી બાપ નથી અને ભાઈ પણ નથી આવા દીકરીઓને કન્યાદાન આપનાર એવા મા બાપ પણ મળશે જે દીકરીઓને માડી જાયો વીર નથી, તે દીકરીઓના જવતલ હોમવા માટે સમાજના અનેક ભાઈઓ ‘ધર્મના ભાઈ’ બનીને આગળ આવ્યા છે.

આ ભાઈઓ જીવનભર પોતાની આ બહેનોની રક્ષાનું વચન આપી એક અલૌકિક ઉદાહરણ પૂરું પાડશે. એવુ એક અલૌકિક આયોજન થયું છે. સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ દીકરીઓને તેઓની માગણી મુજબ આશરે 250 વસ્તુ કરિયાવરના સ્વરૂપમાં આપવામાં આવનાર છે.

આગામી તા.૧/૪/૨૦૨૬ ના રોજ ચતુર્થ પાટોત્સવ નિમિત્તે પાંચ પ્રકારના કાર્યક્રમ થવાના છે તેમાં ૧૧ બ્રાહ્મણો દ્વારા સતત પાંચ દિવસ સુધી દુર્ગા સપ્તશતી ના પાઠનું વાંચન થશે અને તારીખ.૧/૪/૨૦૨૬ ના રોજ સતચંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ છે કદાચ ગુજરાતમાં થતા સમૂહ લગ્ન ના આયોજન માં સતચંડી યાગ થાય અને એની પૂર્ણાહુતિ થાય ત્યારબાદ એ જ બ્રહ્મદેવો દ્વારા તમામ ૧૧ દીકરી ઓ ના સમૂહ લગ્નનું વૈદિક પદ્ધતિથી લગ્ન વિધિ કરવામાં આવે અને યજ્ઞનો શ્રેય એટલે કે ફળ પ્રાપ્તિ આ સમૂહ લગ્નમાં જોડાનાર નવદંપતીના સુખ અને સમૃદ્ધિ માટે અર્પણ કરવામાં આવે એવો પહેલો બનાવ બનવા જઈ રહ્યો છે.

તે દિવસે રાત્રે આઈ આરાધના ના કાર્યક્રમમાં ભાલ પંથક નું લોકસાહિત્ય નું ઘરેણું બ્રિજરાજદાન ઇશરદાનજી ગઢવી તેમજ લોક ગાયક ઉમેશ બારોટ તેમજ સાગરદાન ગઢવી તેમજ હિતેશ અંટાળા તેમજ રેગડી ગાયક જે કે ટીંબા જેવા કલાકારો વાસ્તવમાં આઈ આરાધના કરી અને સાચી સંતવાણી કરશે. આ સમગ્ર પ્રસંગમાં અંદાજે 30 થી 35 હજાર ભાવિક ભક્તજનો પધારશે તેવો અંદાજ છે.

આ ભક્ત જનો માટે તમામ પ્રકારની ચા પાણી અને નિશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ એક વિશેષ સ્વરૂપે સંપૂર્ણપણે નિશુલ્ક જેને જેટલું પીવો હોય તેટલો શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ માટે પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો અત્યારથી જ માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે.તેમજ આ સપ્તામૃત કાર્યક્રમમાં પૂજ્ય જગતગુરુ શ્રી તેમજ પૂજ્ય મહામંડલેશ્વર શ્રીઓ સંતો મહંતો ખૂબ જ મોટી સંખ્યામાં પધારનાર છે આ પંચામૃત મહોત્સવમાં સામાજિક આગેવાનશ્રી ઓ રાજકીય આગેવાન શ્રી ઓ તેમજ ધાર્મિક સેવાનાં ભેખ ધારી મહાનિભાવો તેમજ જુદા જુદા ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા મહાનુભાવો પદ્મશ્રીઓ વૈજ્ઞાનિકો અને સાહિત્ય લેખકો અને યુવા આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *