Latest

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુકામે યોજાઈ

ઓલ ઇન્ડીયા બ્રહ્મસમાજ પ્રમુખ, જામનગરના શ્રી હર્ષદભાઇ વ્યાસના અતિથિ વિશેષ પદે ગાયત્રી પરિવાર મહિલા ગામ સમસ્તની ઉપસ્થિતિમાં 55 મહિલાઓએ મહા સંકલ્પ મહામૃત્યુંજય જાપ માળા સંકલ્પ પત્ર શ્રાવણ માસમાં ગાયત્રી મંદિર પ્રજ્ઞાપીઠ યજ્ઞશાળામાં દરરોજ હોમાત્મક ૩૦ દિવસ મહામૃત્યુંજય જાપની ત્રણ માળા સવારે વહેલા પાંચ થી સાત સમય સુધીમાં પૂર્ણ કરી .

દરેકે પોતે યજ્ઞની આહુતિની સમિધો હોત દ્રવ્ય દ્વારા આહુતિ આપેલ. આજે 55 મહિલાઓ દ્વારા સંકલ્પ પત્ર શિબિરમાં બરવાળા બાવીસી પ્રજ્ઞાપીઠના સમર્પિત ગાયત્રી ઉપાસક શક્તિપીઠ હરિદ્વાર શ્રી રામ શર્મા ગુરૂદેવ કૃપાપાત્ર ઉપાસક શ્રી. વસંતબેન દેવાયતભાઇ વાળાના નેજા, માર્ગદર્શન નીચે 55 બહેનોએ મહામૃત્યુંજય જાપમાળા તા. ૦૯/૦૯/૨૬ થી 2 વર્ષ એટલે તા. 08/09/2028 સુધીનો સંકલ્પ ઓલ ઇન્ડીયા બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસની અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ શ્રી ગાયત્રી મહામંત્ર ઉચ્ચારણ સાથે દિપ પ્રાગટય સક્રિય કાર્યકર શ્રી દિનેશચંદ્ર કે. વ્યાસ (ડી.કે. વ્યાસ) ભાવનગરના આયોજક સાથે દિપ પ્રાગટયમાં જામનગર ગાયત્રી ઉપાસક અને જામનગર દ્વાદશ જ્યોતિર્લિંગ 16/04/2026 થી 25/04/2026 ના ત્ર્યંબકેશ્વરની શ્રી રઘુવિરસિંહ પી. ગોહિલના નેજા રાહબરીએ થયેલ તેઓની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ અમરેલી સમસ્ત બ્રહ્મસમાજ શ્રી હસુભાઇ જોષી પ્રમુખ, વડીયા બ્રહ્મસમાજ અને ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ મહેતા, લોક સાહિત્યકાર સેતુ પરશુરામ ધામ સહકારી મંડળી, ટ્રસ્ટી શ્રી પરેશભાઈ મહેતા બ્રહ્મ અગ્રગણ્ય સંગીત અમરેલી બ્રહ્મ સમાજ તેમજ ઓલ ઇન્ડિયા 100 કરોડ જાપના કન્વિનરશ્રી મહેતા પુનિતભાઈ, ભરતભાઈ ગોંડલિયા, બીપીનભાઈ દેસાઈ, હિતેષભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં બહેનો, અગ્રગણ્યશ્રીઓ અને ટ્રસ્ટીઓ મંગળુભાઇ, દેવાયતભાઇ વાળા, શંભુભાઈ મોહનભાઈ ડોબરીયા, શ્રી કનુભાઈ દાનશંગભાઈ ઠાકોર, ડો. પ્રફુલભાઈ રોશમિયા, રાષ્ટ્ર જાગરણ શૌર્ય, સમૃદ્ધિ સંવર્ધન, “251 કૂંડી બરવાળા ગાયત્રી પ્રજ્ઞાપીઠ બાવીશી તા. કૂકાવાવ ગાયત્રી મહાવિરાટ યજ્ઞ માર્ચ 16/03/27 થી 19/03/27 હજારોની સંખ્યામાં ગાયત્રી ઉપાસકો ગુજરાત અને સમગ્ર ભારતના ભક્તોની લાખોની સંખ્યામાં યજ્ઞનું આયોજન પુર જોશથી ચાલી રહ્યું છે.

શ્રી પ્રમુખ હર્ષદભાઈ વ્યાસ ઓલ ઈન્ડિયા બ્રહ્મ સમાજ તેઓના સંબોધનમાં આ સંકલ્પ રાષ્ટ્રના સનાતની શિવ ભક્તો, ભૂદેવો દ્વારા લોકકલ્યાણ વસુધૈવ કુટુંબકમ્ ભાવના તેમજ અમરેલી બ્રહ્મસમાજના અગ્રગણ્યશ્રીઓ સંકલ્પ પત્ર સાથે દરરોજ 5 માળા જાપ ૬૦૦૦ શિવ ભકતો ૨ વર્ષમાં ૧૦૦ કરોડના જાપમાળા સંકલ્પ માટે પ્રતિબદ્ધ સ્વિકારેલ છે.

શ્રી ડી કે વ્યાસ ભાવનગર બ્રહ્મસમાજ અને મહામૃત્યુંજય જપમાળાના સક્રિય કાર્યકર અમરેલી જિલ્લામાં સૌ સાથે મળી આ સંક્લ્પ પૂર્ણ કરવા લોકો સમાજ તેમજ સનાતનીઓના શિવ ભકતોને ત્રિવિધ તાપ આધી, વ્યાધી અને ઉપાધિનાં ત્રિવિધ તાપથી સંકલ્પિત મુક્ત થવા આહવાન કરેલ.

સ્થાનિક, ગ્રામ્ય બરવાળા બાવીશી અગ્રગણ્ય ટ્રસ્ટીઓ તેમજ આયોજકોનો, બહેનોનો અભુતપૂર્વ સહકાર તેમજ વડીયાના બ્રહ્મ બંધુઓ દ્વારા મહામૃતુંન્જ્ય સંકલ્પ પત્રો રજુ કરેલ. એકરૂપ સંગઠીત બની 55 બહેનોના તેમજ સમસ્ત અમરેલી જિલ્લાના બ્રહ્મ અગ્રગણ્યશ્રીઓ શિવભકતોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેતા હ્રદય પૂર્વક શ્રી કવ્નિનર શ્રી પુનિતભાઈ મહેતા તથા એન્જિનિયરશ્રી કેતનભાઈ રાવળ ભાવનગરની વિશેષ ઉપસ્થિતિમાં બરવાળા બાવીશી શક્તિપીઠમાં કલાત્મક સ્મૃતિ તમામ ધર્મોના આધારે એક મિશાલ બનાવાની સામુહિક સહયોગ દ્વારા આયોજન રજુ કરેલ આભાર સહ આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *