Education

તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે મેગા લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો

વિવિધ વિભાગોના અધિકારીઓએ આપ્યું કાનૂની અને જાગૃતિ માર્ગદર્શન

તળાજા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા નીલકંઠ ગુરુકુલમ્ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ‘મેગા લીગલ અવેરનેસ કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓમાં કાયદાકીય બાબતો, સુરક્ષા અને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના તજજ્ઞોએ ઉપસ્થિત રહી માહિતી આપી હતી. પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર હિતેનભાઈ મહેતા અને લીગલ ઓફિસર પંકજભાઈ હરખાણી તેમજ એડવોકેટ દક્ષિતભાઈ બારૈયા અને જયુડિશિયલ વિભાગના કુમારસિંહ ચુડાસમા અને બળદેવભાઈ બારૈયા તેમજ વકીલ મંડળમાંથી હારિતસિંહ ગોહિલ દ્વારા સામાન્ય નાગરિકોના અધિકારો અને કાયદાઓ વિશે માહિતી આપી હતી.ખેતીવાડી અધિકારી ઉત્સવભાઈ રાણપરીયાએ પ્રાકૃતિક ખેતી, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલતી સબસિડી, પાક સંરક્ષણ અને આધુનિક કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના વિજયભાઈ તલસાણીયાએ બેન્કિંગ પ્રક્રિયા વિશે અને ડિજિટલ ફ્રોડ સામે સાવચેતીની માહિતી આપી હતી.ફાયર ઓફિસર જીતેન્દ્રસિંહ પઢેરીયા તેમજ ફાયર વાયરલેસ ઓફિસર ચિરાગભાઈ વાઘેલા દ્વારા આકસ્મિક આગ કે કુદરતી આપત્તિ વખતે બચાવ કામગીરી અને સાવચેતીના પગલાંઓ અંગે જાણકારી આપી હતી.તળાજા પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ યોગેશકુમાર દવે દ્વારા કાયદો અને વ્યવસ્થા, સાયબર ક્રાઈમ, ટ્રાફિક નિયમો અને બાળ સુરક્ષા વિશે માહિતી આપી હતી.ફાયર વિભાગના સુધીરદાન ગઢવીએ ફાયરના સાધનો વિશે પ્રેક્ટીકલ માહિતી આપી હતી સાથે વિજયભાઈ જાદવ, ગોપાલભાઈ દેવમોરારી અને વિજયભાઈ ઘુસડિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ વિપુલસિંહ પરમાર અને યશપાલસિંહ વણાર તેમજ સંચાલકો, આચાર્ય અને શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.આ સફળ આયોજન બદલ ઉપસ્થિત સૌએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *