નવી ટેકનોલોજીનું નેનો યુરીયાનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ખેડૂતને ચાલુ રવિ ઋતુ માટે પોતાના પાકની વૃધ્ધિ માટે રાસાયણીક ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. હાલ ડીસેમ્બર-૨૦૨૧ તેમજ જાન્યુઆરી-૨૨ મહીનાની ૧૦ તારીખ સુધીમાં જુદી જુદી કંપનીઓ દ્રારા ડી.એ.પી. ૧૩૦૦ મેટ્ર્રીક ટન, એમ.ઓ.પી. ૭૦૦મેટ્ર્રીક ટન, યુરીયા ૧૧૮૨૦મેટ્ર્રીક ટનએમ કુલ ૧૩૮૨૦ મેટ્રિક ટન ખાતરની સપ્લાય કરવામાં આવ્યુ છે. આ સાથે દરરોજ ૧૫૦ થી ૨૫૦ મેટ્ર્રીક ટનની સપ્લાય ચાલુ છે. આથી ખેડૂતોએ ચિંતા કરવી નહી અને જરૂર મુજબ ખાતરની ખરીદી કરવા તેમજ ખાતર વિક્રેતા કરનાર વેપારી/પેઢી/સંસ્થાઓને રાસાયણિક ખાતર વેચાણ દરમ્યાન ફરજીયાત પણે કોવીડ-૧૯ ની ગાઇડલાઇન ધ્યાનમાં રાખી ખેડૂતોને POS મશીન મારફતેજ ખાતરનું વેચાણ કરવા તેમજ ખેડૂતોને જણાવવાનું કે જીલ્લામાં નેનો ટેકનોલોજી નેનો યુરીયાનો ૭૦૦૦ બોટલ નો જથ્થો ઉપલ્બધ છે. જે એક થેલી બરાબર એક બોટલની છંટકાવ કરવાની ભલામણ છે, ખેડૂતોને વિનંતી કે નવી ટેકનોલોજીનું નેનો યુરીયાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
ખેડૂતોને ખાતર, બિચારણ અને જંતુનાશક દવાની ગુણવતા કે વેચાણ અંગે કોઇ શંકા કે સંશય હોય તો તરત જ નજીકમાં તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ.)/ નાયબ ખેતી નિયામક (વિ.), અરવલ્લી, મોડાસા કચેરીના ટેલીફોન નં. ૦ર૭૭૪ (૨૫૦૧૯૪) ઉપર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વ ) અરવલ્લી –મોડાસાની એક અખબારી યાદી દ્વ્રારા જણાવાયું છે,