Breaking NewsLatest

સાબરડેરી દ્વારા વૈજ્ઞાનિક મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમનું આયોજન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો દૂધ વ્યવસાયની સાથે મધ માખી ઉછેર કરી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય તે હેતુથી સાબરડેરી દ્વારા વૈજ્ઞાનિક મધમાખી ઉછેર કરતાં ખેડૂતો પાસેથી મધની સહકારી ધોરણે ખરીદી કરી તેના માર્કેટિંગ માટે ભવિષ્યમાં કરવામાં આવનાર વ્યવસ્થાના ભાગરૂપે સાબર ડેરી દ્વારા MINI Mission-I of NATIONAL BEEKEEPING & HONEY MISSION અંતર્ગત NATIONAL BEE BOARD દ્વારા પ્રયોજિત ૭ દિવસની વૈજ્ઞાનિક મધ માખી ઉછેર માટેની પ્રથમ તાલીમનું આયોજન NDDB ના સહયોગથી વિજયનગર તાલુકાની વિવિધ દૂધ મંડળીઓના ૨૫ દૂધ ઉત્પાદકો માટે તા.૩.૦૧.૨૦૨૨ થી તા॰૯.૦૧.૨૦૨૧ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ના અધિકારી શ્રી સંદીપભાઈ,ઋષિકેશભાઈ તથા સાબરડેરીના અધિકારીશ્રી ડૉ.જે.કે.પટેલ ,ડૉ.હસમુખ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને રાણી મધમાખીના ઉત્પાદનની ટેક્નોલોજી, મધમાખીની પેટીઓના સ્થારાંતરણ  અને મધમાખી દ્વારા ફૂલોના અમૃતને મધમાં રૂપાંતરિત કરીને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ખેડૂતોને ખેતી,બાગાયત અને વનસંવર્ધનમાં મધમાખીઓ દ્વારા સ્વ-પરાગનયન, ક્રોસ-પોલિનેશનનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવતાં જણાવાયું હતું કે મધમાખી ઉછેર એ કૃષિ આધારિત ઉદ્યોગ છે, જે મહિલાઓ, યુવાનો, ભૂમિહીન ખેડૂતો અને વડીલો પણ કરી શકે છે. તાલીમાર્થીઓને મધમાખીઓને અસર કરતા રોગો, જંતુનાશકો અને અન્ય દુશ્મનો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.તાલીમ લેનાર ખેડૂતોને પ્રમાણપત્રો આપવામાં આવનાર છે જેના આધારે ખેડૂતોને મધમાખી ઉછેર વ્યવસાય કરવા માટે સરકારશ્રી ની યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *