કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિર ખાતે આજે નિશુલ્ક ઉમાપ્રસાદનો શુભારંભ થયો. સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ઉતર અને મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમવાર જાસપુર વિશ્વઉમિધામ ખાતે નિશુલ્ક ભોજન પ્રસાદની શરૂઆત કરાઈ છે. 2025 સુધીમાં વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ થાય એ પહેલાં જ વિશ્વઉમિધામના દર્શને આવતાં વિશ્વભરના ભક્તો માટે ઉમાપ્રસાદની યોજનાનો શુભારંભ કરાયો છે. આ એક અદ્ભુત અને અમુલ્ય ભોજપ્રસાદ યોજના છે,. ધર્મશાસ્ત્રોમાં અન્નદાનનો મહિમા ઘણો ઊંચો છે. આનો શ્રેય, દુઆ અને મા ઉમિયાની કૃપા ભોજનદાતાશ્રીઓનને પ્રાપ્ત થશે.
ઉમાપ્રસાદ યોજનાના મુખ્ય દાતા શ્રી કાભાઈ પટેલ કલોલ છે જેમને 75 લાખનું અનુદાન આપ્યુ છે. અને આ યોજનાના સૌ પ્રથમ દાતા ઉત્કર્ષભાઈ શાહ છે જેમણે 51 લાખનું દાન આપી આ યોજનાની શરૂઆત કરાવી. આ સાથે 11 લાખના દાન સાથે વી પી પટેલ ( ન્યુજર્સી), સોમાભાઈ પટેલ કામેશ્વર, બાબુભાઈ પટેલ, ડૉ. ડી.જી. પટેલ અને શૈલેષભાઈ પટેલે આ યોજનામાં અનુદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઉમાપ્રસાદ યોજનામાં 2.5 કરોડથી વધુનું દાન એકત્ર થયું છે. ઉમાપ્રસાદ શુભારંભ કાર્યક્રમમાં દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઈ માકાસણા અને કનુભાઈ પટેલ એમનિલ ( USA)હાજર રહ્યા હતા. કનુભાઈ પટેલ ઉમાપ્રસાદ યોજનામાં 5 વર્ષ સુધી 5-5 લાખ રૂપિયાનું અનુદાન આપવાની પણ જાહેરાત કરી છે.
કાર્યક્રમમાં સંબોધન કરતાં સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામ ખાતે શરૂ થયેલી ઉમાપ્રસાદ યોજના મંદિરના દર્શનાર્થે વિશ્વભરમાંથી આવતાં ભક્તો માટે આશીર્વાદરૂપ બનશે.