જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ના કપાટ 15 થી 22 જાન્યુઆરી સુધી બંદ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે હજુ અંબાજી મંદિર ના કપાટ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટના અન્ય મંદિરો, ગબ્બર,51 શકિતપીઠના મંદિરો પણ 31 જાન્યુઆરી સુધી બંદ રહેશે સાથે સવાર સાંજની આરતી ટ્રસ્ટ તરફથી ઓન લાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે