કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુરષોતનગર ના વતની અને હાલમાં ગાંધીનગર ખાતે મહેસૂલી વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શૈલેશ કુમાર ભગવાનદાસ પ્રજાપતિ એ જી.પી.એસ.સી દ્વારા ગુજરાત સિવિલ સેવામાં મહેસુલી અધિકારી સંવર્ગ માટેની સીધી ભરતીમાં બાવીસમાં કમે ઉત્તીર્ણ થયા છે . મામલતદાર સંવર્ગ ની આ સીધી ભરતીમાં કુલ ચુમ્બાલીસ ઉમેદવારો ઉત્તીર્ણ થયેલ છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં થી શૈલેષ કુમાર પ્રજાપતિ બાવીસમાં કમે ઉત્તીર્ણ થયા છે જે સાબરકાંઠા અને સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.તેમના શુભેચ્છકો મિત્રો દ્વારા અભિનંદન ની વર્ષા વરસાવી રહ્યા છે