કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સા.કાં.જિલ્લામા,ઈડર તાલુકામાં રાવોલ અને બડોલી ગામે જિ.પંચાયત સંચાલીત માત્ર બે દવાખાના ચાલે છે.ડૉક્ટર મલે.દવાઓ મલે.સફાઈના સાધન મલે પરંતુ કમ્પાઉન્ડર કે નર્સ અને સફાઈ કામદાર ન મલે.લાઈટ બીલ હમણાંથી ભરાતું નથી.ગ્રામ પંચાયત દવાખાનાનું વીજબીલ વેઠવું પડે આ ક્યાંનો ન્યાય?ના છુટકે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરે,કાંતો આરોગ્ય સુવિધાઓ જાળવવા ગાંધી ચીંધ્યા માર્ગે જિ.પં.આગળ ઉપવાસ પર ઉતર્યો એ સિવાય કોઈ વિકલ્પ નથી..અગ્રણી શિક્ષણવિદ અને રાવોલ ના સમરસ સરપંચ પ્રિ.નર્મદભાઈત્રિવેદીએ જણાવ્યું હતું કે હું D.D.O,C.D.H.O.,Ad.C.D.H.O.Hmt અને જિ.પં.પ્રમુખ, T.H.O.ઈડર ને ત્રણ વર્ષથી સતત સંપર્કમા છે.હજુ મૂંઝવણ ઉકેલાઈ નથી.પ્રજા રીબાય, છતાં તંત્રને પડી નથી.