૭૩ માં પ્રજાસત્તાક દિવસ ની કરાઈ ઉજવણી……
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ ૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ ની અંબાજી ગ્રમસચિવાલય અને ગ્રામ પંચાયત સંચાલિત હાઇ – સ્કૂલ ખાતે ધ્વજ – વંદન કરી ઉજવણી કરવામાં આવી.
ભારત નાં ઇતિહાસ નાં ૭૩ માં પ્રજાસત્તાક દિવસ ની સમગ્ર દેશ માં દેશભક્તિ સાથે ઉજવણી કરાઇ રહી છે ત્યાંરે સમગ્ર દેશ દેશ ભક્તિ નાં રંગે રંગાયો છે ત્યારે આ વખત ની રાજ્ય કક્ષા ની ઉજવણી ગીર સોમનાથ જિલ્લા ખાતે કરાઈ રહી છે.
દેશ ભક્તિ નાં વાતાવરણ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કોરોના ની ત્રીજી લહેર ને કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી રહી છે જેના કારણે લોકો ની સંખ્યા માં ઘટાડો જોવા મળ્યો હતો .અંબાજી ખાતે ગ્રામ સચિવાલય અને હાઇ – સ્કૂલ માં અંબાજી ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી રામાવતાર અગ્રવાલ અને ડેપ્યુટી સરપંચ શ્રી ગૌતમ જૈન નાં હસ્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી