Latest

પ્રજાસત્તાક પર્વ પર રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

કપીલ પટેલ દ્વારા અરવલ્લી
મહાન ભારત દેશના ૭૩ મા પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.
ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા અને સીમા સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તીવ્ર ગતિથી આગળ વધી ખૂબજ પ્રગતિ પામે તેમજ કોરોના રુપી મહામારીના કારણે સામૂહિક સ્વાસ્થ્યની ચિંતામાંથી સમગ્ર દેશ તીવ્ર ગતિથી મુક્ત થાય એવી ભાવના સાથે આજના દિવસે સૌ ગાયત્રી ઉપાસકો પોત પોતાના ઘેર સૌ પરિવારજનો દ્વારા વિશેષ જાપ- પ્રાર્થના તેમજ ગાયત્રી યજ્ઞ કરી રાષ્ટ્ર ઉત્થાન માટે ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા વિશેષ આહુતિઓ આપવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *