સાબરકાંઠા –અરવલ્લી સંયુક્ત મોબાઇલ કોર્ટમાં ૧૫ ફેબ્રુઆરીએ સુનવણી હાથ ધરાશે
કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
દિવ્યાંગવ્યક્તિઓ માટેના કમિશ્નરશ્રી,ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ ભાઇઓ અને બહેનોને જણાવવાનું કે દિવ્યાંગ ધારા ૨૦૧૬ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓમાટેના કમિશ્નરશ્રીની કચેરી,ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સૂચના અન્વયે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોની વિવિધ રજુઆતો/ફરિયાદોના નિરાકરણ માટે મોબાઇલ કોર્ટનું આયોજન તા-૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ક્લેક્ટર કચેરી કોર્ટ રૂમ,સાબરકાંઠા,હિંમતનગર ખાતે કરવાનું નક્કી કરેલ છે તે દિવસે કમિશ્નરશ્રી દ્વારા દિવ્યાંગજનોની ફરિયાદોને સ્થળ પર નિકાલ કરવામાં આવશે. આથી,સદર મોબાઇલ કોર્ટમાં પોતાની રજૂઆત/ફરિયાદ કરવા ઇચ્છતા દિવ્યાંગજનોએ અરજી મોકલી આપવાનો આજે છેલ્લો દિવસ છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રૂમ.નં-૪, બ્લોક-A, ભોયતળીયે,જિલ્લા સેવાસદન,શામળાજી રોડ,મોડાસા,જિ-અરવલ્લી (ફોન નં ૦૨૭૭૪-૨૫૦૨૩૦)ખાતે રૂબરૂ, ટપાલ કે ઇમેલ ([email protected])મારફત મોકલી આપવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક એક અખબારી યાદી દ્રારા જણાવવામાં આવેલ છે