શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે તાજેતરમાં ગુજરાતના ધંધુકા અને રાધનપુરમાં બનેલી ઘટનાઓને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોના બજારો બંધ રહ્યા હતા. આવા કૃત્ય કરનાર વિધર્મીઓને કડક પગલાં થાય તે માટે આજે વહેલી સવારથી બપોર સુધી અંબાજીના બજારો બંધ રહ્યા હતા.
ગુજરાતના ધંધુકા માં વિધર્મી દ્વારા ભરવાડ યુવકની ઘાતકી હત્યા અને ત્યારબાદ પાકિસ્તાન કનેક્શનને લઈને કેટલાક મૌલવીઓની ઘરપકડ કરવામાં આવી છે. આ સિવાય રાધનપુર ના શેરગઢ ગામની યુવતીના ઘરે જઈને વિધર્મી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેના પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને ગુજરાતના વિવિધ વિસ્તારો બંધ રાખીને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજી માં પણ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. અંબાજીના તમામ લોકો બંધમાં જોડાયા હતા અને બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી