શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવતા અંબાજી મંદિર 15 થી 31 જાન્યુઆરી સુધી બંદ રાખવામા આવ્યુ હતુ. આજે 1 ફેબ્રુઆરીથી અંબાજી મંદિર ના કપાટ ફરીથી ખુલતા ભક્તો આજે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
એક માઇ ભક્ત દ્વારા આજે સવારે 10 વાગે ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમા સોનાના બિસ્કીટ દાન પેટે આવ્યુ હતુ. જેની કિંમત 4 લાખ 90 હજાર થાય છે. સુવર્ણ શીખર માટે સોનુ આવતા ભક્તો મા ખુશી જોવા મળી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી